ટ્રાવેલટ્રેન્ડિંગ

કેદારનાથ ઘામની યાત્રા કરવા જવાના હો તો બેગમાં ખાસ રાખજો આ વસ્તુઓ

Text To Speech
  • ચારેય બાજુ પહાડોથી ઘેરાયેલું કેદારનાથ ભક્તોને ખૂબ આકર્ષિત કરે છે. જો તમે કેદારનાથ ઘામની યાત્રા પર જવાના હો તો તમારી બેગમાં કેટલીક વસ્તુઓ ભૂલ્યા વગર પેક કરી લેજો

કેદારનાથ મંદિરના કપાટ 12 મેના રોજ ખુલી જશે, જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. મોટાભાગના લોકો અહીં જવા માટે બુકિંગ પણ કરાવી ચૂક્યા હશે. કેદારનાથ જેવા પાવન ધામમાં દર્શન કરવા જવા માટે મહિનાઓની રાહ જોવી પડે છે. ચારેય બાજુ પહાડોથી ઘેરાયેલું કેદારનાથ ભક્તોને ખૂબ આકર્ષિત કરે છે. જો તમે કેદારનાથ ઘામની યાત્રા પર જવાના હો તો તમારી બેગમાં કેટલીક વસ્તુઓ ભૂલ્યા વગર પેક કરી લેજો.

કેદારનાથ ઘામની યાત્રા કરવા જવાના હો તો બેગમાં ખાસ પેક કરી લેજો આ વસ્તુઓ hum dekhenge news

કેદારનાથ યાત્રા પર જતા પહેલા બેગમાં શું પેક કરશો?

  • કેદારનાથ મંદિરના દ્વાર અક્ષય તૃતિયા પર ખુલી જશે અને નવેમ્બર મહિનામાં બંધ થશે. આવું અહીંના હવામાનને જોતા કરવામાં આવે છે. અહીં દર વર્ષે મે-જૂનમાં ખૂબ બરફ હોય છે અને ઠંડી પણ સખત હોય છે. આવા સંજોગોમાં યાત્રા દરમિયાન તમે તમારી સાથે ઠંડીના કપડા જરૂર લઈ જજો, ભલે તમે અહીંથી ગરમીમાં જઈ રહ્યા હો.
  • યાત્રા પર જતી વખતે તમારી પાસે રેઈનકોટ જરૂર રાખજો. કેમ કે કેદારનાથમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. તો રક્ષણ માટે તે કામ આવશે.
  • ટ્રાવેલિંગ દરમિયાન ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્ક સાથે રાખો. આ ઉપરાંત એક ઈમરજન્સી ટોર્ચ પણ રાખો.

કેદારનાથ ઘામની યાત્રા કરવા જવાના હો તો બેગમાં ખાસ પેક કરી લેજો આ વસ્તુઓ hum dekhenge news

  • ટ્રાવેલિંગ માટે એક સેફ્ટી કિટ બનાવો. યાત્રા પર જતા પહેલા એક પાઉચમાં પેટનો દુખાવો, ઝાડા-ઉલ્ટી, માથાનો દુખાવો, શરદી, તાવ જેવી કોમન દવાઓ રાખો. ટ્રાવેલિંગ દરમિયાન બહારનું જમવાથી આરોગ્ય સંબંધિત અનેક પરેશાનીઓ થઈ શકે છે.
  • તમે જમવાનો થોડો સામાન પણ પેક કરી શકો છો. અહીં લોકો મંદિર ખુલવાની રાહ જોતા હોય છે અને જેવા દ્વાર ખુલે તો ભક્તોની ભીડ થાય છે. આ કારણે રેસ્ટોરાં પર પણ ભીડ લાગેલી રહે છે. આવા સમયે તમારી પાસે જો થોડી ખાવાની વસ્તુઓ હશે તો સારું રહેશે.
  • ચાલવામાં કમ્ફર્ટેબલ હોય તેવા શૂઝ, ફર્સ્ટ એઈડ કિટ સાથે રાખવી જરૂરી છે. મચ્છરથી બચવા માટે રેપેલન્ટ સ્પ્રે કે કાર્ડ પણ સાથે રાખવું જોઈએ. તમે ઓડોમોસ જેવી ટ્યૂબ પણ સાથે રાખી શકો છો.

આ પણ વાંચોઃ મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત

Back to top button