કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જગતમંદિર દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો આ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, અધિકમાસ નિમિત્તે થયા આ ફેરફાર

Text To Speech

આજથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરે અધિક માસ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા મંદિરમાં અધિક શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

દ્વારકા મંદિરમાં અધિકમાસ નિમિત્તે દર્શનનો સમય બદલાયો

દ્વારકાધીશ મંદિર દ્વારા આગામી અધિક શ્રાવણ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં જણાવ્યા મુજબ અધિક શ્રાવણ માસ દરમિયાન તારીખ 20 જુલાઈથી તારીખ 16 ઓગસ્ટ સુધી મંગલા આરતી સવારે 6.00 કલાકે થશે. જેથી દર્શન કરવા આવનારા ભક્તોએ આ સમય ખાસ નોંધી લેવા જણાવાયું છે.

દ્વારકા મંદિર-humdekhengenews

 

દ્વારકાધીશ મંદિરમાં બે વખત જન્માષ્ટમીની ઉજવણી કરાશે

મહત્વનું છે કે આ વર્ષે અધિકમાસના કારણે બે શ્રાવણ મહિના છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં અધિક માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મંદિરમાં થતી મંગળા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.દ્વારકા મંદિરમાં જન્માષ્ટમી પણ બે વખત ઉજવાશે,જેમાં પહેલા 8મી ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી કરાશે અને પછી સપ્ટેમ્બર મહિનામાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાશે.

 આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને આપશે મોટી ભેટ

Back to top button