કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવા જતા હો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર આવશે ખોટું રિઝલ્ટ
- હાઈ કોલેસ્ટ્રોલના કારણે થતી સમસ્યાઓથી બચવા માટે ડોક્ટર સૌથી પહેલા કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવાનું કહે છે, જેને લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ પણ કહે છે. આ ટેસ્ટ કરાવવા જાવ ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કોલેસ્ટ્રોલની માત્રાનું ખોટું અનુમાન ન લાગે અને યોગ્ય જાણકારી મળી શકે.
શરીરને હેલ્ધી રાખવા માટે હાર્ટને હેલ્ધી રાખવું જરૂરી છે. હેલ્ધી હાર્ટ માટે કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ હોય તે ખૂબ જરૂરી છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ વધી જાય તો બ્લડ વેસલ્સમાં જવાનો ફ્લો ધીમો પડી જાય છે. આ કારણે હાર્ટ યોગ્ય રીતે લોહીને પંપ કરી શકતું નથી. તે આખા શરીરમાં પહોંચવામાં પણ મોડું કરે છે. પરિણામ એ આવે છે કે બ્લડની સાથે ઓક્સિજનની માત્રા પણ શરીરને સમયસર મળતી નથી અને શરીરના બાકી અંગોને પણ કામ કરવામાં પરેશાની થાય છે. હાઈ કોલેસ્ટ્રોલના કારણે થતી સમસ્યાઓથી બચવા માટે ડોક્ટર સૌથી પહેલા કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવાનું કહે છે, જેને લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ પણ કહે છે. આ ટેસ્ટ કરાવવા જાવ ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કોલેસ્ટ્રોલની માત્રાનું ખોટું અનુમાન ન લાગે અને યોગ્ય જાણકારી મળી શકે.
કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવતી વખતે રાખો આટલું ધ્યાન
જ્યારે પણ કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવા જઈ રહ્યા હો ત્યારે ધ્યાન રાખો કે તમે 10થી 12 કલાક પહેલા કંઈ જ ખાધુ ન હોય, માત્ર પાણી જ પીધું હોય. ગ્રીન ટી જેવા હેલ્ધી ડ્રિંક પણ કોલેસ્ટ્રોલ ટેસ્ટ ખોટો પાડી શકે છે. તેના કારણે કોલેસ્ટ્રોલ લેવલની યોગ્ય તપાસ સરળ બને છે.
ના લેશો આલ્કોહોલ
ધ્યાન રાખો કે કોલેસ્ટ્રોલ ટેસ્ટના લગભગ 48 કલાક પહેલા સુધી તમે આલ્કોહોલ કન્ઝ્યૂમ ન કર્યું હોય. શરીરમાં આલ્કોહોલની માત્રા કોલેસ્ટ્રોલનું લેવલ વધારે દર્શાવશે.
ઓઈલી અને ફેટી ફૂડથી રહો દૂર
જ્યારે પણ લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કે કોલેસ્ટ્રોલ લેવલ ટેસ્ટ કરાવવા જઈ રહ્યા હો તો ફેટી કે ઓઈલી ફૂડ્સને 48 કલાક પહેલેથી જ બંધ કરી દેવું જોઈએ. ઓઈલી અને ફેટી ફૂડ તમારા લિપિડ ટેસ્ટના આંકડા ખોટા બતાવી શકે છે.
હાઈડ્રેટેડ રહેવું છે જરૂરી
જ્યારે પણ કોલેસ્ટ્રોલ ટેસ્ટ માટે જાવ ત્યારે ભરપૂર માત્રામાં પાણી પીતા રહો. આમ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય દેખાશે અને ખોટા આંકડા પણ નહીં બતાવે.
સ્ટ્રેસથી રહો દૂર
કોલેસ્ટ્રોલ ટેસ્ટ માટે જાવ તો માઈન્ડને રિલેક્સ કરી લો અને વધુ પડતા સ્ટ્રેસફુલ કામથી દૂર રહો. એવી વસ્તુઓ જે તમારો તણાવ વધારતી હોય કે પછી તમને ગુસ્સો આવી રહ્યો હોય, વધુ પડતા કામના કારણે મગજ થાકેલું હોય અથવા તમે વધુ પડતો સ્ટ્રેસ અનુભવતા હો તો પહેલા તમારા મગજને રિલેક્સ કરો. પછી બીજા 48 કલાકમાં કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવો. કેમકે સ્ટ્રેસના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધે છે.
આ પણ વાંચોઃ ધગધગતા જ્વાળામુખીના કિનારે પોઝ આપવા પહોંચેલી મહિલાનું પછી શું થયું?