ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં જતા હોય તો સાચવજો, અકસ્માતના બહાને રૂપિયા પડાવતી ગેંગ સક્રિય

Text To Speech
  • બહારગામથી આવતા લોકોને સાવચેત રહેવાની અપીલ સ્થાનિકો કરી રહ્યાં છે
  • ચોક્કસ ગેંગ પોતાનું વાહન અથડાવીને નુકસાનીના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે
  • વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત

જામનગરમાં જતા હોય તો સાચવજો, કારણ કે અકસ્માતના બહાને રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં 500 લોકોએ રક્ષણ આપવા પોલીસને રજૂઆત કરી છે. જામનગર નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત જામનગરના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના 500 જેટલા લોકોનું ટોળું જિલ્લા પોલીસવડાની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું, અને હાઇવે રોડ પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

ચોક્કસ ગેંગ પોતાનું વાહન અથડાવીને નુકસાનીના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે

કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વાહન અથડાવીને નુકસાનીના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સામાંથી કઢાવી લે છે. અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે.

બહારગામથી આવતા લોકોને સાવચેત રહેવાની અપીલ સ્થાનિકો કરી રહ્યાં છે

માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે. ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને રૂપિયા 35,000 સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે. જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે. તેમજ બહારગામથી આવતા લોકોને સાવચેત રહેવાની અપીલ સ્થાનિકો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: અમદાવાદઃ 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં તોડફોડ કરી, પોલીસ દોડતી થઇ, જુઓ Video

Back to top button