ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

Arrange Marriage કરવા જઇ રહ્યા હો તો પાર્ટનર વિશે આ જાણવુ જરૂરી

  • લગ્નની સાથે બે લોકોની સાથે બે પરિવારોની લાઇફ પણ બદલાઇ જાય છે
  • છોકરીઓ અને છોકરાઓ લાઇફ પાર્ટનર – ભવિષ્યને લઇને સ્ટ્રેસમાં રહે છે
  • આ સ્થિતિ એરેન્જ મેરેજમાં વધુ જોવા મળતી હોય છે

છોકરાઓ હોય કે છોકરીઓ દરેક વ્યક્તિની જિંદગીમાં લગ્ન એક મહત્ત્વનો પડાવ હોય છે. લગ્નની સાથે બે લોકોની સાથે બે પરિવારોની લાઇફ પણ બદલાઇ જાય છે. આજ કારણ છે કે છોકરીઓ અને છોકરાઓ પોતાના લાઇફ પાર્ટનર અને આવનારા ભવિષ્યને લઇને સ્ટ્રેસમાં રહે છે. આ સ્થિતિ એરેન્જ મેરેજમાં વધુ જોવા મળે છે, કેમકે આ સિચ્યુએશનમાં કપલ એકબીજાને પહેલેથી જાણતા હોતા નથી. તેમના મનમાં લાઇફ પાર્ટનરને લઇને અનેક સવાલ હોય છે. મોટાભાગની રિલેશનશિપમાં કપલ એકબીજાને સંબંધ નક્કી થયા બાદ ઓળખવાનું શરૂ કરે છે. જો તમારી સાથે પણ એવુ થઇ રહ્યુ છે તો થોડી વાતો જાણો. તમે તમારા પાર્ટનરને સગાઇ પહેલા કેટલાક સવાલ પણ પુછી શકો છો.

લાઇફ પાર્ટનરના લાઇક્સ અને ડિસલાઇક્સ જાણવા જરૂરી

જો તમે કોઇ અજાણી વ્યક્તિ સાથે આખી જિંદગી વીતાવવાના છો તો તેમના વિશે જાણકારી હોવી જરૂરી છે. તમને એ પણ ખબર હોવી જોઇએ કે તમારા વિચારો મળે છે કે નહીં, તમારી પસંદ અને નાપસંદ મળે છે કે નહીં. આ જાણકારીથી તમે તમારા પાર્ટનરના નેચરને પણ જાણી શકશો. તમને ખ્યાલ આવશે કે તમારુ તેની સાથે લગ્ન કરવુ સરળ રહેવાનું છે કે મુશ્કેલ? જો તમારા બંનેની પસંદ થોડી પણ મેચ કરતી હશે તો તમારુ સાથે રહેવુ સરળ બનશે અને તમારી વચ્ચે વિવાદો ઓછા થશે.

Arrange Marriage કરવા જઇ રહ્યા હો તો પાર્ટનર વિશે આ જાણવુ જરૂરી hum dekhenge news

પાર્ટનરના વ્યવહાર પર ધ્યાન આપો

તમે જ્યારે પણ તમારા પાર્ટનર સાથે ક્યાંક જઇ રહ્યા હો તો લોકો સાથે તેમના વ્યવહાર-વર્તનને પણ જુઓ. જો તમારા વિચારોમાં અંતર વધારે હશે તો લગ્ન બાદ વિવાદ વધી શકે છે. લાઇફ પાર્ટનરનો વ્યવહાર તમારી, તમારા પરિવાર અને તેના ખુદના પરિવાર સાથે કેવો છે તેની જાણકારી મેળવો.

ભવિષ્યના પ્લાન જાણવાની કોશિશ કરો

લગ્ન બે વ્યક્તિનું નહીં, પરંતુ બે પરિવારનું મિલન છે. લગ્ન બાદ છોકરો અને છોકરીનું ભવિષ્ય એકબીજા સાથે જોડાઇ જાય છે. આવા સંજોગોમાં તમારા પાર્ટનરની ભવિષ્યની યોજનાઓની અસર તમારી ઉપર પણ હશે. આજ કારણ છે કે ભવિષ્યની યોજનાઓ તમને પહેલેથી ખબર હોવી જોઇએ. જેની સાથે લગ્ન કરવા જઇ રહ્યા છો તેના કરિયર અને તમારા કરિયરને લઇને પણ તેના વિચારો જાણી લો.

આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દી હો તો આ છે તમારો બ્રેકફાસ્ટ

Back to top button