અમદાવાદ એરપોર્ટ પર જતાં હો, તો આ વાત ખાસ જાણી લેજો…


અમદાવાદ એરપોર્ટને 1લી ઓગસ્ટથી સાઈલેન્ટ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં દિલ્હી સહિત ઘણા એરપોર્ટ સાઈલેન્ટ છે. સાઈલેન્ટનો અર્થ એ થાય કે ફ્લાઈટનું સ્પીકરમાં એનાઉન્સમેન્ટ નહીં કરવામાં આવે. છેલ્લી ઘડીએ ફ્લાઈટનો ગેટ બદલી જતો હોય છે અને તેની પણ સ્પીકર પર જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ એરપોર્ટ સાઈલેન્ટ જાહેર થવાથી આવી કોઈ જાહેરાત નહીં થાય.
જાહેરાત થશે એવી રાહયમાં ફલાઇટ ચુકી જશો..
ઘણા મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા પછી એનાઉન્સમેન્ટ થાય તેની રાહ જોતા હોય છે. એવી રાહ જોવામાં હવે પ્લેન ચૂકાઈ જવાની શક્યતા છે.
આ પણ વાંચો: તમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.
અમદાવાદ એરપોર્ટ પર હવે જવાનું થાય તો પોતાની ફ્લાઈટ વિશેની માહિતી સતત ડિસપ્લે બોર્ડ, ઈન્ફોર્મેશન સ્ક્રીન પર જોતી રહેવી. કાનમાં ફ્લાઈટનો નંબર પડે અને પછી જ એક્ટિવ થવાની આદત હશે તો એ આદત હવે અમદાવાદ એરપોર્ટ પર ભારે પડશે. ઘણા મુસાફરોને એરપોર્ટ સાઈલેન્ટ હોવા અંગે જાણ હોતી નથી. એ મુસાફરો વિમાન મિસ કરી ગયા હોય એવા અનેક કિસ્સા નોંધાયા છે. તમારી સાથે પણ એવું ન થાય એટલે રહેજો એલર્ટ.