ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલહેલ્થ

રોજા રાખતા હોય તો આટલુ રાખો ધ્યાનઃ નહીં બગડે તબિયત

  • ધ્યાન નહીં રાખો તો ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડશે
  • ન્યુટ્રીશનિસ્ટની ટિપ્સ ફોલો કરશો તો તકલીફ નહીં પડે
  • પાણી વાળા ફ્રુટને ડાયેટમાં સામેલ કરો, મીઠું ઓછુ ખાવ

રમઝાનનો પાક મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકો અત્યારે રોજા રાખી રહ્યા છે. રોજા રાખવાથી હેલ્થને અનેક પ્રકારના ફાયદા થાય છે, પરંતુ આ દરમિયાન કેટલીક ભુલો અથવા ઓછી જાણકારીના અભાવે તમારે નબળાઇ અને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી ભુખ્યા-તરસ્યા રહેવાથી સમસ્યા થઇ શકે છે. જો તમે રોજા દરમિયાન ખુદને ફિટ રાખવા ઇચ્છો છો તો ન્યુટ્રીશનિસ્ટ દ્વારા આપવામાં આવેલી ટિપ્સને ફોલો કરી શકો છો.

રોજા રાખતા હોય તો આટલુ રાખો ધ્યાનઃ નહીં બગડે તબિયત hum dekhenge news

પ્રોટીન-ફાઇબરથી ભરપૂર ડાયેટ લો

સહરીમાં હંમેશા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ડાયેટ લો. તેના કારણે તમે લાંબા સમય સુધી પેટ ભરેલુ મહેસુસ કરશો. તમને પેટની કોઇ સમસ્યા નહીં થાય. તમે આખો દિવસ એનર્જેટિક અનુભવશો. આ માટે તમે સહરીમાં ઇંડા, ફ્રુટની સ્મુધી, ઓટમીલ દહીં ખાઇ શકો છો. દાળ કે પનીરના ટુકડા પણ યોગ્ય રહેશે.

રોજા રાખતા હોય તો આટલુ રાખો ધ્યાનઃ નહીં બગડે તબિયત hum dekhenge news

હાઇડ્રેટ રાખે તેવા ફુડ લો

રમઝાનમાં તમે સહેરી કરી રહ્યા હો કે ઇફ્તારી કરી રહ્યા હો તમારા ડાયેટમાં ઘણી બધી વસ્તુઓને સામેલ કરો, જે પાણીથી ભરપૂર હોય, તેના લીધે તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહી શકો. ડાયેટમાં નારિયેળ પાણી, કેરી, તરબૂચ. ખીરા જેવા ફળોને સામેલ કરો. જેનાથી તમને તરસ ન લાગે અને બોડીમાં એનર્જી સ્ટોર રહે.

મીઠા વાળુ ન ખાવ

કોશિશ કરો રમઝાન દરમિયાન વધુ મીઠુ હોય તેવા પદાર્થોથી દુર રહો. વધારે સોલ્ટી પદાર્થો ખાવાથી તમને તરસ વધુ લાગશે. વારંવાર પાણી પીવાનું મન થશે અને તમે ડીહાઇડ્રેશન અનુભવશો

રોજા રાખતા હોય તો આટલુ રાખો ધ્યાનઃ નહીં બગડે તબિયત hum dekhenge news

રોજા ખોલતી વખતે આ વસ્તુઓ ખાવ

રોજા ખોલતી વખતે ખજૂરનું સેવન જરૂર કરો, તે પોટેશિયમ અને આયરનથી ભરપૂર હોય છે. તેનાથી એનર્જી મળે છે અને દિવસનો થાક દુર થાય છે. આ ઉપરાંત તમે સ્મુધી કે ડ્રિંક બનાવતા હો તો તેમાં ચિયા સીડ્સ જરૂર સામેલ કરો. તે ઓમેગા-3 અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે પેટને ઠંડુ રાખે છે. ચિયા સીડ્સમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને પોષક તત્વો શરીરને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે.

આટલુ ધ્યાન રાખો

  • ઓવર ઇટિંગથી બચો
  • જેટલી ભુખ હોય તેટલું જ ખાવ
  • જમવાનું ચાવી ચાવીને આરામથી ખાવ
  • ઉતાવળે ક્યારેય ન જમો
  • ફાસ્ટ જમશો તો પાચનની સમસ્યા થશે.

આ પણ વાંચોઃ ચોમાસાની પ્રથમ આગાહી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ, શું અલ નીનો ચોમાસું બગાડશે ?

Back to top button