ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વેઇટ લોસ માટે સલાડ ખાઇ રહ્યા હો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Text To Speech
  • વેઇટ લોસ માટે ફાઇબર વાળા ફુડ ખાવાની સલાહ અપાય છે.
  • ડાયેટમાં સલાડ ખાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
  • સીઝનલ શાકભાજી અને ફ્રુટ્સને સલાડમાં સામેલ કરો. 

રોગોથી દુર રહેવા માટે, હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે, સ્લિમ અને ફિટ દેખાવા માટે ખાણીપીણીમાં કેટલાય લોકો હેલ્ધી ફુડ સામેલ કરતા હોય છે. ખાસ કરીને જે વ્યક્તિઓ વજન ઘટાડવા માંગતા હોય તે સલાડ ખાવાનું વધુ પસંદ કરે છે. વેઇટ લોસ માટે હંમેશા ફાઇબર વાળા ફુડ ખાવાની સલાહ અપાય છે. ડિનરમાં લોકો સલાડ સામેલ કરતા હોય છે, કેમકે તે પચવામાં સરળ રહે છે. પેટ વધુ ભારે ફીલ પણ થતુ નથી. જો તમે ડિનર, લંચ કે બ્રેકફાસ્ટમાં કોઇ પણ સમયે સલાડને ડાયેટનો ભાગ બનાવતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે, જેથી તમને સલાડના બધા પોષકતત્વો મળી શકે.

સલાડ- HUMDEKHENGENEWS

  • હેલ્ધી સલાડ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
  • જો તમે ડેઇલી ડાયેટમાં સલાડ સામેલ કરતા હો તો સીઝનલ શાકભાજી ખાવ
  • ફેન્સી અને એક્સપેન્સિવ શાકભાજી અને ફળને સામેલ કરવાના બદલે લોકલ ફ્રુટ્સ અને વેજિટેબલ્સને પ્લેટમાં સામેલ કરો. તે ઓર્ગેનિક હશે અને સીઝન પ્રમાણે હોવાના કારણે ફાયદો પણ કરશે.
  • કોઇ પણ શાકભાજી કે ફળના કારણે ડાઇજેશન પ્રોબલેમ થતો હોય તો તેને સ્કીપ કરો.
  • શાકભાજી ખાતર અને પેસ્ટીસાઇડ્સમાં ઉગ્યા હોય છે, તેથી તેની પર કેટલાક તત્વો રહી જાય છે. જો તમે સલાડ કાચુ ખાઇ રહ્યા હોય તો તેને ગરમ પાણીથી ધોઇને લુછીને પછીજ ખાવ.

વેઇટ લોસ માટે સલાડ ખાઇ રહ્યા હો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો hum dekhenge news

  • હંમેશા કલરફુલ શાકભાજીને પ્લેટમાં રાખો, જેથી જરૂરી ન્યુટ્રિશન મળી શકે.
  • સાથે સાથે કેટલાક નટ્સ, ડ્રાયફ્રુટ્સ, બીજને સલાડમાં સામેલ કરો જેથી તમારુ ન્યુટ્રિશન વધી શકે.
  • સિમ્પલ શાકભાજીમાંથી બનેલા સલાડને તમે વેઇટલોસ ડાયેટમાં સામેલ કરો. તમે કિનોઆ સલાડ ખાઇ શકો છો. તેમાં કિનોઆમાં ટામેટા લાલ કેપ્સિકમ, ડુંગળી નાંખીને નોન સ્ટીક પેનમાં ફ્રાય કરો.
  • ખીરાનું સલાડ કોમન છે. ગરમીમાં તેને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વેઇટલોસથી પણ બચી શકાય છે. ખીરામાં ટામેટા મિક્સ કરી તેમાં સંચળ, લીંબુ નાંખીને ખાઇ શકો છો.

આ પણ વાંચોઃ આલિયાએ ખાસ અંદાજમાં પતિ રણબીરને વિશ કરી પહેલી વેડિંગ એનિવર્સરી

Back to top button