જમવા સાથે ખાઈ રહ્યા છો કાચી ડુંગળી, તો જાણી લો આ ગંભીર નુકસાન
- કેટલાક સ્વાદરસિયાઓને જમવા સાથે કાચી ડુંગળી ખાવાનો શોખ હોય છે, ડુંગળી હેલ્ધી કહેવાય, પરંતુ દરેકની પ્રક્રૃતિને સેટ થતી નથી
HD ન્યુઝ ડેસ્કઃ ડુંગળી ભારતીય ભોજનનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. રોજીંદા દાળ-શાક કે કોઈ ખાસ વાનગી બનાવવી હોય તો ડુંગળીનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. આ સિવાય લોકો સલાડની જેમ ડુંગળી ખાવાનું પણ પસંદ કરે છે. સોડિયમ, પોટેશિયમ, ફોલેટ, વિટામિન એ, સી અને ઈ સિવાય ડુંગળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજ ઘણી બધી કાચી ડુંગળી ખાઓ છો, તો તમારા શરીર પર કેટલીક આડઅસરો પણ જોવા મળી શકે છે. તો ચાલો આજે આ વિશે જાણીએ.
પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે
કાચી ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે ડુંગળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. કાચી ડુંગળીમાં ‘ફ્રુક્ટેન’ નામનું કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે, જેના કારણે તેને પચવામાં મુશ્કેલી પડે છે. તેના વધુ પડતા સેવનથી કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોનું પેટ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેમને પણ સોજા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
માઇગ્રેનના દુખાવાને જન્મ આપી શકે છે
જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તમારે કાચી ડુંગળીનું સેવન મર્યાદામાં રહીને જ કરવું જોઈએ. ડુંગળીમાં ‘ટાયરામાઇન’ હોય છે, જે માથાના દુખાવાની સમસ્યા વધારી શકે છે. આવી સ્થિતિમાં જો તમે વારંવાર માથાના દુખાવા અથવા માઈગ્રેનથી પીડાતા હોવ તો નિષ્ણાતોના મતે કાચી ડુંગળીનું ઓછું સેવન કરો. ખાસ કરીને રાત્રે ડુંગળી ખાવાનું ટાળો.
હાર્ટબર્ન થઈ શકે છે
વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી હાર્ટબર્ન અથવા એસિડ રિફ્લક્સ પણ થઈ શકે છે. ડુંગળીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જ્યારે તેની માત્રા વધારે થઈ જાય છે ત્યારે તે કાર્ડિયોલીવરને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે. આ સિવાય વધુ પડતી ડુંગળી ખાવાથી પણ કેટલાક લોકોમાં એલર્જી થઈ શકે છે. જો તમને પહેલેથી જ આ બેમાંથી કોઈ સમસ્યા છે તો તમારે માત્ર લિમિટમાં જ ડુંગળી ખાવી જોઈએ. તેમજ રાત્રે સૂતા પહેલા કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ સવારના નાસ્તામાં દલિયા કેમ છે જરૂરી? ફાયદા જાણશો તો દૂર નહીં ભાગો
સુગર લેવલ ખૂબ લો થઈ શકે છે
શુગર લેવલ વધવાની સાથે સાથે શુગર લેવલ ખૂબ ઓછું થઈ જવુ પણ ખતરનાક છે. આ સ્થિતિને ‘હાઈપોગ્લાયસીમિયા’ કહેવાય છે. કાચી ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી ઘટી શકે છે. આવી સ્થિતિમાં, જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેમણે ડૉક્ટરની સલાહ પર જ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ શું સ્ટ્રેસ ફાયદાકારક પણ હોઈ શકે છે? કોને કહવાય છે ગુડ સ્ટ્રેસ?