ઠંડુ ભોજન કરી રહ્યા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ પાંચ નુકસાન
- ઠંડુ ભોજન કરવાથી પેટનું ફૂલવું, પેટનું ખેંચાણ કે અન્ય આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે ઠંડુ ભોજન જોખમી છે
ઘણીવાર તમે કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમને ગરમ ખોરાક કરતાં ઠંડો ખોરાક વધુ પસંદ છે. તો ક્યારેક ઠંડો ખોરાક વ્યક્તિની આદત કે પછી મજબૂરી પણ હોઈ શકે છે. કારણ ગમે તે હોય, પરંતુ ઠંડુ ખાવુ હેલ્થ માટે અત્યંત હાનિકારક છે. શું તમે જાણો છો કે ઠંડો ખોરાક ખાવાની તમારી આદત તમને થોડા જ સમયમાં બીમાર કરી શકે છે. ઠંડુ ભોજન કરવાથી પેટનું ફૂલવું, પેટનું ખેંચાણ કે અન્ય આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે ઠંડુ ભોજન જોખમી છે.
ઠંડો ખોરાક ખાવાના ગેરફાયદા આ રહ્યા
પાચન
ઠંડો ખોરાક ખાવાથી વ્યક્તિને પેટની સમસ્યા થઈ શકે છે. જ્યારે ગરમ ખોરાકથી પેટ ખરાબ થવાનું જોખમ ઓછું રહે છે. આવો ખોરાક શરીરમાં પહોંચે છે અને સરળતાથી પચી જાય છે. ક્યારેક ઠંડો ખોરાક ખાવાથી વ્યક્તિને પેટમાં ખેંચાણ થાય છે, જેને એબ્ડોમિનલ સ્પેઝ્મ કહેવાય છે.
નબળું મેટાબોલિઝમ
ઠંડો ખોરાક ખાવાથી શરીરનું મેટાબોલિઝમ નબળું પડી શકે છે. જ્યારે ગરમ અને તાજો ખોરાક ખાવાથી ચયાપચયને વેગ મળે છે. ઠંડા ખોરાકને ગરમ કરવા માટે શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. જેના કારણે કેલરી બર્ન કરવાની પ્રક્રિયા ધીમી પડે છે.
ગેસ, પેટનું ફૂલવું અને પેટનો સોજો
ઠંડો ખોરાક ખાવાથી ગેસ અને પેટનું ફૂલવું તેમજ પેટમાં સોજો આવવા જેવી સમસ્યા થઈ શકે છે. ઠંડા ખોરાકનું સેવન, ખાસ કરીને ઠંડા ભાતનું સેવન ગેસ અને પેટના સોજાની સમસ્યાને વધારી શકે છે.
ફૂડ પોઈઝનિંગ
ઠંડા ખોરાકમાં બેક્ટેરિયા હોઈ શકે છે. ગરમ ખોરાકમાં બેક્ટેરિયા જન્મી શકતા નથી. ઠંડા ખોરાક કરતાં ગરમ ખોરાક વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. અયોગ્ય રીતે સંગ્રહિત કરેલો ઠંડો ખોરાક, ખાસ કરીને ચોખા જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે તેમાં બેસિલસ સેરેસ જેવા હાનિકારક બેક્ટેરિયાને જન્મી શકે છે. જે ખોરાકમાં ઝેર પેદા કરીને ફૂડ પોઈઝનિંગનું જોખમ વધારી શકે છે.
મેદસ્વીતા
ઠંડો કે ફ્રીજમાંથી કાઢેલો ખોરાક ખાવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. જેના કારણે ઘણી વખત શરીરનું વજન પણ વધવા લાગે છે. ખરાબ પાચનને કારણે, પેટમાં ખોરાક સમયસર પચતો નથી અને તે વજન વધવાનું કારણ બનવા લાગે છે.
આ પણ વાંચોઃ Swiggyમાંથી ફૂડ ઓર્ડર કરવાનું બન્યું સરળ, કંપનીએ શરુ કરી UPI સેવા