સતત દોઢ કલાક ચલાવી રહ્યા હો નવી કાર, તો ચેતજોઃ આ છે ખતરો
- ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો સંયુક્ત અભ્યાસ
- ગેસ સ્ટવમાં મળી આવતો ફોર્મલડિહાઇડ કારમાં પણ મળી આવે છે.
- કારની અંદર ફોર્મલડિહાઇડની માત્રા રાષ્ટ્રીય સુરક્ષા માપદંડોથી 35 ટકા વધુ
જો તમે તમારી કારને ખુલ્લામાં સતત 12 દિવસ માટે રાખી દો અને તેની ઉપર કોઇ છત ન હોય, તેમજ તે ઢાંકેલી ન હોય તો તમારા શરીરમાં કેન્સરના કણ છોડી શકે છે. આ અભ્યાસ અમેરિકા અને ચીનના વૈજ્ઞાનિકોએ મળીને કર્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર ડિસઇન્ફેંક્ટેંટ કિટાણુનાશકો અને ગેસ સ્ટવમાં મળી આવતો ફોર્મલડિહાઇડ કારમાં પણ મળી આવે છે.
ચીનમાં કારની અંદર ફોર્મલડિહાઇડની માત્રા રાષ્ટ્રીય સુરક્ષા માપદંડોથી 35 ટકા વધુ મળી આવી છે. એસિટલડિહાઇડની માત્રા 61 ટકાથી વધુ મળી આવી છે. એસિટલડિહાઇડ ક્લાસ-2 સ્તરનું કેન્સરકારી તત્વ છે. પેઇન્ટ, પેટ્રોલ અને સિગારેટ્સમાં બેન્ઝીન મળી આવે છે, જે ડ્રાઇવરના ફેફસામાં જઇને નુકસાન પહોંચાડે છે. જો તમે લાંબા સમય સુધી કાર ચલાવતા હોય તો બેન્ઝિન હાનિકારક છે, પરંતુ પાછળ બેઠેલા પેસેન્જર્સને તે એટલુ નુકશાન પહોંચાડતુ નથી.
દરેક નવી કારમાં કેટલાય પ્રકારના જૈવિક પદાર્શોથી થનારા ઇન્ક્રીમેન્ટલ લાઇફટાઇમ કેન્સર રિસ્ક (ILCR)નો ખતરો વધી જાય છે. જો ILCRનું સ્તર 10થી 6 છે તો ઠીક છે, પરંતુ જો આ સ્તર 10-6થી 10-4ની વચ્ચે છે તો તેના કારણે કેન્સરનો ખતરો રહે છે. વૈજ્ઞાનિકોએ સખત તડકાથી લઇને વરસાદની સીઝનમાં બંધ રાખેલી નવી કારની અંદર આ પદાર્થોનો અભ્યાસ કર્યો.
અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે કોઇ ટેક્સી ડ્રાઇવર 11 કલાક અને કોઇ પેસેન્જર 1.5 કલાક કારમાં રોજ બેસે છે તો તે હવામાં તરતા ખતરનાક પદાર્થ ત્વચા દ્વારા કે પછી મોં દ્વારા શરીરમાં પહોંચીને નુકશાન પહોંચાડે છે. એસયુવીમાં પ્લાસ્ટિક, ઇમિટેશન લેધર, ગુંથેલા કપડા જેવી વસ્તુઓ લાગેલી હોય છે. જ્યારે આ કાર કંપનીમાંથી નવી નવી નીકળે છે ત્યારે તેમાં હવામાં તરતા હાનિકારક પદાર્થોની માત્રા વધુ હોય છે.
આ પણ વાંચોઃ ચંદ્ર નબળો હોય તો થઈ શકે છે આ બિમારીઓઃ કરો આ ઉપાય