ટ્રેન્ડિંગધર્મ

અખાત્રીજ પર વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર

  • મેષ રાશિના જાતકો લાલ રંગનુ વાહન ખરીદી શકે છે. 
  • મિથુન રાશિના જાતકોનો કલર લીલો છે. 
  • કન્યા રાશિનો સ્વામી બુધ હોવાથી ગ્રીન કલર લકી

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતિયા તરીકે ઓળખાય છે. અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજના દિવસે માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કોઇ પણ વસ્તુની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે દિવાળીની જેમ જ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસ દરેક વ્યક્તિના જીવનમાં સફળતા અને ભાગ્યના દરવાજા ખોલે છે. તેથી આ દિવસે લોકો સોનુ, પ્રોપર્ટી, વાહન જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. જો તમે આ દિવસે ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો એટલુ જાણી લો, તમારી રાશિ માટે કયો કલર લકી છે?

અખાત્રીજ પર તમે વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર hum dekhenge news

મેષ રાશિ

અખાત્રીજના દિવસે તમે કાર કે બાઇક ખરીદી રહ્યા છો તો તમે લાલ રંગનું વાહન ખરીદી શકો છો. તમારી રાશિનો સ્વામી મંગળ છે. તે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગની આસપાસ સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. કાળા કે વાદળી રંગની ગાડી ન ખરીદો

વૃષભ

વૃષભ રાશિના જાતકો તમે જો બાઇક કે ગાડી ખરીદવાનું વિચારતા હોય તો તમે બ્લુ, ક્રીમ કે સફેદ રંગનુ વાહન ખરીદી શકો છો. તમારી રાશિનો સ્વામી શુક્ર છે, તેથી આ રંગ તમારા માટે ફાયદાકારક રહેશે. ગુલાબી અને પીળા રંગની ગાડી ખરીદવાથી બચો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો અક્ષય તૃતિયા પર કાર કે બાઇક ખરીદવા ઇચ્છતા હોય તો તેઓનો લકી કલર લીલો રહેશે. કેમકે તમારી રાશિનો સ્વામી બુધ છે. જો તમે આ રંગની ગાડી ખરીદશો તો તમારુ મન પણ શાંત અને એકાગ્રચિત રહેશે.

અખાત્રીજ પર તમે વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર hum dekhenge news

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને અક્ષય તૃતિયાના દિવસે તમે સફેદ, સિલ્વર, ક્રીમ કે પીળા રંગની કાર કે બાઇક ખરીદી શકો છો.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો અખાત્રીજના દિવસે ગાડી ખરીદવા ઇચ્છતા હોય તો સ્લેટિયા કે ગ્રે રંગની ગાડી ખરીદી શકે છે. કેમકે આ રાશિનો સ્વામી સુર્ય છે.

કન્યા રાશિ

જો કન્યા રાશિના લોકોને ગાડી ખરીદવી હોય તો સફેદ, વાદળી, જાંબલી કે લીલા રંગની ખરીદી શકે છે. તમારી રાશિનો સ્વામી ગ્રહોનો રાજકુમાર બુધ ગ્રહ છે, તેથી તમારી ગાડી માટે આ રંગ બેસ્ટ રહેશે. ધ્યાન રાખો લાલ રંગની ગાડી ન ખરીદો

તુલા રાશિ

તુલા રાશિના લોકો જો અખાત્રીજે કાર કે બાઇક ખરીદવાના હોય તો તેનો રંગ નીલો, સફેદ કે ક્રીમ પસંદ કરજો. કેમકે તમારી રાશિનો સ્વામી શુક્ર છે. તે જીવનમાં શુભતા લાવે છે.

વૃશ્વિક રાશિ

વૃશ્વિક રાશિના સ્વામી ગ્રહોનો સેનાપતિ મંગળ ગ્રહ છે. તેથી જો તમે અખાત્રીજ પર બાઇક કે કાર ખરીદવા ઇચ્છતા હો તો લાલ રંગની ગાડી ખરીદો. તે તમને ઉર્જાવાન અને સાહસી બનાવશે.

અખાત્રીજ પર તમે વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર hum dekhenge news

ધન રાશિ

ધન રાશિના જાતકોનો સ્વામી ગુરૂ છે, તેથી તમે પીળો, નારંગી, સિલ્વર કે કેસરી રંગની ગાડી પસંદ કરી શકો છો. તે તમને કેટલીયે મુસીબતોથી બચાવશે.

મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિદેવ છે. અખાત્રીજના દિવસે જો તમે કાર કે બાઇક ખરીદવા ઇચ્છતા હો તો કાળો, નીલો, ગ્રે, સ્લેટી કે સફેદ રંગ પસંદ કરી શકો છો. તમને મુસીબતોથી દુર રાખશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો અખાત્રીજે વાહન ખરીદવા ઇચ્છતા હોય તો ગ્રે, નીલો, કાળો, ભુરો, સિલ્વર કલર પસંદ કરી શકે છે. તમારી રાશિના સ્વામી શનિદેવ છે, તેથી તે તમને પરિપક્વ બનાવે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો પીળા, નારંગી, સફેદ, કેસરિયા, ગોલ્ડન રંગને પસંદ કરી શકે છે. તમારી રાશિનો સ્વામી ગુરુ છે તેથી આ રંગ તમને શુભ ફળ આપશે.

આ પણ વાંચોઃ ડાઇજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો

Back to top button