શિયાળામાં ડ્રાય સ્કીનથી છો પરેશાન, તો અપનાવો આ ધરેલુ નુસખા !
શિયાળામાં ઘણી વખત સ્કીન ડ્રાય થઈ જાય છે, જેના કારણે હાથ-પગમાં ખંજવાળ આવવાની સમસ્યા વધી જાય છે, તમે જોયું હશે કે સ્નાન કર્યા પછી આખા શરીરમાં ખંજવાળ આવાની સમસ્યા વધી જતી હોય છે. તેનું મુખ્ય કારણ ઠંડો પવન અને વધુ પીએચવાળા સાબુના ઉપયોગથી ત્વચા તેની નરમાસ ગુમાવી દે છે. તેથી આ સમસ્યાનો ઉકેલ છે કે શિયાળામાં સ્નાન કરતા પહેલા શરીર પર તેલ લગાવો. કારણ કે આનાથી માત્ર શુષ્કતાની સમસ્યા જ નહી, પરંતુ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે, તેલ લગાવવું એ શરીરને પોષણ આપવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. ઘરમાં વડીલો શિયાળામાં સ્નાન કરતા પહેલા તેલ લગાવે છે.
આ પણ વાંચો : શિયાળામાં કરો આ બે વસ્તુનું સેવન અને મેળવો અનેક ફાયદા
નહાતા પહેલા શરીરને તેલથી માલિશ કરવું એ ત્વચાની ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. આયુર્વેદમાં સ્નાન પહેલા તેલ માલિશને અભ્યંગ નામ આપવામાં આવ્યું છે. તે એક પરંપરાગત ભારતીય ઉપચાર પદ્ધતિ છે, જેમાં માથાથી પગ સુધી આખા શરીર પર ગરમ તેલની માલિશ કરવામાં આવે છે. તે એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે.
ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો
શિયાળામાં સ્નાન કર્યા પહેલા શરીર પર તેલથી માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. સરસવ, અખરોટ જેવા કુદરતી તેલથી ત્વચાને મોઈશ્ચરાઈ રહે છે. તેમજ શુષ્ક, ફ્લેકી અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ કરે છે, તે સાથે જ ત્વચાના ઉપરના સ્તરના અપિડર્મિસથી ત્વચાની નરમીને નુકશાન થતું અટકાવે છે.
બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો
શિયાળામાં ગરમ તેલની માલિશ રક્ત પરિભ્રમણને સુધારી શકે છે અને તમારા સ્નાયુઓને આરામ આપે છે, વર્તમાન અભ્યાસો પણ સૂચવે છે કે તેલની માલિશ કરવાથી ઘણા ફાયદાઓ થઈ શકે છે.
તણાવ ઓછો કરે
સંશોધન મુજબ, મસાજ ઓક્સીટોસિનને મુક્ત કરે છે, ઓક્સીટોસિન એ એવો હોર્મોન છે જે આપણને ખુશ રહેવા અને સારું અનુભવા માટે મદદ કરે છે. જે તણાવ હોર્મોન કોર્ટિસોલને ઘટાડીને તમને આરામ કરવામાં મદદ કરે છે.
થાક દૂર કરે છે
શિયાળામાં નહાતા પહેલા શરીર પર તેલ લગાવવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે અને શરીરનો થાક દૂર થાય છે. શિયાળામાં ઘણી વખત શરીરના દુખાવાની સમસ્યા વધી જાય છે. આ સ્થિતિમાં તેલથી શરીર પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
શરીરને ડિટોક્સિફાય કરે
તેલ ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. અભ્યંગમ એ મસાજ માટે ગરમ તેલનો ઉપયોગ કરવાની એક આયુર્વેદિક પ્રથા છે, પ્રાચીન ઉપચાર કરનારાઓ માનતા હતા કે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે.