લાઈફસ્ટાઈલ

આંખોની આસપાસના ડાર્ક સર્કલથી પરેશાન છો?: તો અપનાવો આ ટિપ્સ

Text To Speech

સામાન્ય રીતે ઘણા લોકોમાં આંખોની નીચે સોજા આવવા અને ડાર્ક સર્કલ થવાની સમસ્યા જોવા મળે છે. ડાર્ક સર્કલને કારણે વ્યક્તિની ઉંમર વધુ દેખાય છે. ત્યારે ડાર્ક સર્કલને હટાવવા માટે આપણે ઈન્ટરનેટ પર જોઈને ઘણા નુસખાઓ અપનાવતા હોઈએ છીએ . ત્યારે ઘણી વાર અમુક નુસખા આપડી આખોં નીચેની સ્કિન અને આંખોને નુકસાન પહોંચાડે છે.

ત્યારે અમે તમને જણાવીશુ કે આંખોની નીચે સોજા અને ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે સાચી રીત કઈ છે.

પેહલા જાણી લઈએ કે કેવી રીતે થાય છે ડાર્ક સર્કલ?

આંખોની નીચે ડાર્ક સર્કલ ખૂબ જ ખરાબ લાગે છે. જે તમારી સુંદરતા તો બગાડે જ છે, પરંતુ તેના કારણે તમે ખૂબ જ વૃદ્ધ દેખાવા લાગો છો.

આ ડાર્ક સર્કલ આવવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય શકે છે. જેમ કે યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે, ફોનનો સતત ઉપયોગ કરવાથી, સ્ટ્રેસ અથવા તો માનસિક તણાવ જેવા કારણો જવાબદાર હોય શકે છે. તેમજ આજની જનરેશન સતત ફોનમાં રચી પચી રહે છે, જેની સ્ક્રીન લાઈટ આંખોને નુકસાન પહોંચાળે છે. તોમજ  જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણી આંખોની આસપાસની ત્વચા સંકોચાય છે અને અટકી જાય છે. આ કારણે આંખોની નીચે સોજો આવવા લાગે છે, તેની સાથે આંખોની આસપાસ ડાર્કનેસ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે આંખોની નીચે સોજા અને ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ.આંખનો માસ્ક:

કોમ્પ્યુટર અને લેપટોપની સામે બેસી રહેવાથી આપણી આંખો થાકી જાય છે. તેનાથી આંખો પર તાણ તો આવે જ છે, પરંતુ આંખોમાં બળતરા પણ થાય છે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં બજારમાં ઉપલબ્ધ આઈ જેલ અથવા આઈ માસ્ક વધુ સારો વિકલ્પ બની શકે છે. આ હાઇડ્રેટિંગ માસ્ક આંખોને રાહત આપવાનું કામ કરી શકે છે. તેને પહેરીને, થોડો સમય સૂઈ જવાથી આંખોને રાહત મળે છે.કોલ્ડ ગ્રીન ટી બેગ:

ટી બેગ આંખોની આસપાસથી ડાર્ક સર્કલ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. તમે હૂંફાળા પાણીમાં ગ્રીન ટી-બેગ ઉમેરીને ચા બનાવો અને પછી બાકીની ટી-બેગને ફ્રીજમાં ઠંડી કરીને તમારી આંખોની ઉપર લગાવો. આને લગાવવાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે.કોલ્ડ કોમ્પ્રેસ:

ઠંડા કોમ્પ્રેસનો ઉપયોગ કરીને આંખનો સોજો ઘટાડી શકાય છે. કોઈપણ પ્રકારની પીડા અને સોજો બરફ અને કોમ્પ્રેસનની મદદથી ઘટાડી શકાય છે. આ તે લોકો માટે વધુ અસરકારક છે જેમને આંખો સૂકાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ હોય તો તમે ચમચીને ઠંડી કરીને આંખો પર લગાવી શકો છો. આમ કરવાથી આંખોનો સોજો અને કાળાશ દૂર થાય છે.

આ પણ વાંચો: અચાનક આવતા હાર્ટ એટેકમાં બસ આટલુ કરી લો 

Back to top button