કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

 જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આ ખાસ વાંચો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે આટલી ટ્રેનો રદ

  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અસર રેલવે તંત્ર પર જોવા મળી
  • ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી
  • કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી

છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વાહનવ્યવહાર અને રેલવે તંત્ર પર ભારે અસર થતી જોવા મળી છે. ખાસ કરીને વરસાદને કારણે પશ્ચિમ રેલવે પર ભારે અસર પડી છે. જેના કારણે ટ્રેનો રદ્દ કરવાની ફરજ પડી છે.

રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો આજે રદ કરાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર,સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર, મીટરગેજ વિભાગમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો 19 જુલાઈ એટલે કે આજરોજ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. અને કેટલીક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં વરસાદને લઈ મોટાભાગના રસ્તાઓ પણ બંધ થતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન-humdekhengenews

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)

ટૂંકી ટર્મિનેટેડ કરવામાં આવેલી ટ્રેનો

ટ્રેન નં. 09513 રાજકોટ-વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટૂંકી થશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 19207 પોરબંદર – વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળ 19.07.2023 ના રોજ વિસાવદર સ્ટેશન પર ટૂંકી થશે, આમ આ ટ્રેન વિસાવદર-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 11463 વેરાવળ – જબલપુર 19.07.2023 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદને કારણે આ રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઇવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે 6 NDRF ની ટીમ મોકલવામાં આવી છે. ગિર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRF ની ટીમ મોકલવામાં આવી છે.

 આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં 8611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ, ભયજનક સપાટીથી માત્ર આટલા ફૂટ દૂર

Back to top button