જો તમને પણ થવા લાગી હોય ભુલવાની બીમારી, તો ડાયટમાં લો આ ફુડ
- યાદશક્તિ નબળી હોવી તે એક મોટી પરેશાની તો છે જ, પરંતુ ક્યારેક તે વાત તમને મુશ્કેલીમાં પણ મુકી શકે છે. જો તમે રોજ નાની નાની વાતો ભુલવા લાગ્યા હો તો આજથી જ તમારા ડાયટમાં કેટલાક હેલ્ધી ફુડ્સ સામેલ કરી દો.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મગજ શાર્પ રહે અને તેને નાની નાની વાતો પણ સરળતાથી યાદ રહે. જોકે વધતી ઉંમર સાથે ધીમે ધીમે યાદશક્તિ નબળી પડવા લાગે છે. આજકાલ 40 વર્ષની ઉંમરથી જ લોકોને રોજિંદી વાતોને યાદ રાખવામાં સમસ્યા થાય છે. યાદશક્તિ નબળી હોવી તે એક મોટી પરેશાની તો છે જ, પરંતુ ક્યારેક તે વાત તમને મુશ્કેલીમાં પણ મુકી શકે છે. જો તમે રોજ નાની નાની વાતો ભુલવા લાગ્યા હો તો આજથી જ તમારા ડાયટમાં કેટલાક હેલ્ધી ફુડ્સ સામેલ કરી દો.
મેમરી પાવર વધારતા ફુડ્સ
નટ્સ
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર ફુડ્સ મગજ માટે ખૂબ લાભદાયી છે. અખરોટ અને બદામમાં આ તત્વ ભરપુર માત્રામાં હોય છે. આ કારણે બદામ-અખરોટને સુપર કહેવાય છે. તેમાં મળી આવતા એન્ટી-ઓક્સિડન્ટ્સ મગજના સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને તેના કારણે મગજ પ્રોપર રીતે વર્ક કરી શકે છે.
ડાર્ક ચોકલેટ
જો તમને ડાર્ક ચોકલેટ પસંદ હોય તો યાદશક્તિને બહેતર બનાવવા માટે તેને રોજ ખાવાનું શરૂ કરી દો. ડાર્ક ચોકોલેટમાં ફ્લેવેનોઈડ્સ રહેલું છે, જે મગજ માટે ફાયદાકારક છે. તેનાથી મગજમાં થતા ઓક્સિડેટિવને ઘટાડી શકાય છે અને મગજના બહેતર પર્ફોમન્સ માટે બેસ્ટ છે.
બેરીઝ
અન્ય ફ્રુટ્સની જેમ બેરીઝમાં પણ ઘણા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણો છે. તે મગજને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે જરૂરી છે. વધતી ઉંમરની સાથે મગજના સેલ્સ વીક અને ડેમેજ થવા લાગે છે. આવા સંજોગોમાં બેરીઝનું સેવન સેલ્સને ડેમેજ થતા બચાવે છે.
બ્રોકલી
બ્રોકલી આમ તો વિદેશી શાક છે, પરંતુ હવે તે આપણા ત્યાં પણ ખુબ ખવાય છે. તેના ગુણોને જાણીને તમે પણ તે ખાવાનું શરૂ કરી દેશો. બ્રોકલીમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન્સ, મિનરલ્સ સારી એવી માત્રામાં હોય છે, જે મગજ માટે ખુબ જરૂરી છે. બ્રોકલી ખાવાથી મગજ તંદુરસ્ત રહે છે.
આ પણ વાંચોઃ રિલેશનશિપને ‘બોરિંગ’ બનતી બચાવવા મેરિડ કપલ ફોલો કરો આ ટિપ્સ