બિઝનેસ

SBI ગ્રાહકો માટે ખુશ ખબર: હવે આ સેવા માટે બેંકનો કોઈ ચાર્જ નહીં લાગે

Text To Speech

જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના ગ્રાહક છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે. એસબીઆઈએ જણાવ્યું કે યુએસએસડી સેવાઓનો ઉપયોગ કરીને ગ્રાહકો હવે કોઈપણ વધારાના શુલ્ક વિના સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હવે માફ!

SBIએ શું કહ્યું?
SBIએ ટ્વીટ કર્યું છે કે, “મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હવે માફ! ગ્રાહકો હવે કોઈપણ વધારાના શુલ્ક વિના સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે.” તેમાં વધુમાં ઉમેર્યું હતું કે ગ્રાહકોને ટ્રાન્સફર મની,રીકવેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન સહિત કોઈપણ વધારાના ખર્ચ વિના સેવાઓનો લાભ મળશે.

યુએસએસડી શું છે?
USSD અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટાનો ઉપયોગ સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી તપાસવા અને મોબાઈલ બેંકિંગ વ્યવહારો માટે થાય છે. આ સેવા ફીચર ફોન પર કામ કરે છે. આ નિર્ણયથી ફીચર ફોન ધરાવતા ગ્રાહકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે દેશમાં 1 અબજથી વધુ મોબાઈલ ફોન યુઝર્સમાંથી 65%થી વધુ ફીચર ફોન ગ્રાહકો છે.

આ પણ વાંચો:આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકોને થશે લાભ

Back to top button