‘તમે ખેડૂત પુત્ર છો અને તો હું પણ મજૂર…’ રાજ્યસભામાં ધનખડની વાત પર ખડગેનો પલટવાર
- મેં ઘણું સહન કર્યું, મેં દરેકને માન આપ્યું છે: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને લઈને આજે શુક્રવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. ગૃહના અધ્યક્ષ ધનખડ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જગદીપ ધનખરે કહ્યું કે, હું એક ખેડૂતનો દીકરો છું. હું કોઈની સામે ઝૂકતો નથી. મેં ઘણું સહન કર્યું. મેં દરેકને માન આપ્યું. જેનો જવાબ આપતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જન ખડગેએ કહ્યું કે, તમે બંધારણનો ભંગ કર્યો છે. અમે અહીં તમારી પ્રશંસા કરવા નથી આવ્યા. તમે નિયમો અનુસાર ગૃહ ચલાવો. ખડગેએ ધનખરને કહ્યું કે, જો તમે ખેડૂતના પુત્ર છો તો હું મજૂરોનો પુત્ર છું. તમે અમારું અપમાન કર્યું છે તો અમે તમારું સન્માન કેવી રીતે કરીશું.”
VIDEO | “I am a farmer’s son; I won’t show any weakness. ‘Desh ke liye mar jaunga, mit jaunga’. I am pained; I request you all to think… I have never hesitated in giving respect. Look at the gesturing… look at what you are saying. I have tolerated a lot. Today, a farmer is… pic.twitter.com/FU6p1hNYoi
— Press Trust of India (@PTI_News) December 13, 2024
રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલબાજી બાદ ગૃહમાં હંગામો શરૂ થયો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
AAPએ ભાજપ પર નિશાન સાધ્યું
બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપ હવે ખેડૂતોની વાત કરે છે. જે પક્ષના હાથ 750 ખેડૂતોના લોહીથી રંગાયેલા છે. તે પાર્ટી ખેડૂતોના હિતની વાત કરી રહી છે. ગૃહમાં વિપક્ષ અને સરકાર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર જારી રહ્યો હતો. રાજ્યસભામાં સતત હોબાળાને કારણે અધ્યક્ષ ધનખડે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ પહેલા ગુરુવારે પણ હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: ‘આપણે હજુ સત્ય નથી જાણતા’: Atul Subhash Suicide કેસ પર પૂર્વ CJI ડિવાઈ ચંદ્રચૂડનું નિવેદન