લાઈફસ્ટાઈલહેલ્થ

જો તમે પણ કલાકો સુધી ઈયરફોનનો ઉપયોગ કરો છો તો ચેતી જજો !

ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ તમારા કાન અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.

આ પણ વાંચો : ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે

ઈયર ફોન એ એક એવું સાધન છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, પછી ભલે તે ઘરમાં હોય કે બહાર. મુસાફરી દરમિયાન ચોક્કસથી લોકો તેનો ઉપયોગ કરે છે. પછી તે મુસાફરી ટૂંકા અંતરની હોય કે લાંબા અંતરની, લોકો કાનમાં ઈયર ફોન રાખે છે. ઈયરફોનના ઉપયોગથી બહારના ઘોંઘાટથી દૂર રહી પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ સૂતા કે જાગતા 24 કલાક કાનમાં ઈયરફોન પહેરવાનું પસંદ કરે છે, પછી ભલે તેઓ નાનીમાં નાની વાત સાંભળવી હોય કે જોવાની હોય, પરંતુ તેમને ઈયરફોન વગર ચાલતું નથી. જો તમે પણ તે લોકોમાંથી એક છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ ઈયર ફોનનો સતત ઉપયોગ તમારા માટે મુશ્કેલ બની શકે છે. આ તમને બીમાર કરી શકે છે. ઘણી ગંભીર બીમારીઓ તમને ઘેરી શકે છે. અહીં સમજો વિગતવાર….

સરળતા માટે બનાવેલ આ ડિવાઈસ લોકો પર એટલુ હાવી થઈ ગયું છે કે કેટલાક લોકો તેના વગર રહી શકતા નથી અને આ આદત લોકોને નુકસાન પહોંચાડી રહી છે. ઈયરફોનનો ઉપયોગ કરવાથી તમારા કાન અને મગજને નુકસાન થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.

Side Effect Of Earphones - Humdekhengenews

મગજને નુકસાન – લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરવાથી મગજ પર અસર થાય છે. ઇયર ફોન અથવા હેડફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આપણા મગજને ખરાબ રીતે અસર કરે છે. આ સિવાય જોરથી મ્યુઝિકના કારણે મગજના કોષોનું ઉપરનું પડ નષ્ટ થઈ જાય છે, જેના કારણે કાન અને મગજનું જોડાણ નબળું પડી જાય છે.

બહેરાશ – તમે લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરીને પણ બહેરાશનો શિકાર થઈ શકો છો. વાસ્તવમાં, ઈયરફોનને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી કાનની નસો પર દબાણ આવે છે, જેના કારણે નસોમાં સોજો આવવાની સમસ્યા વધી જાય છે. વાઇબ્રેશનને કારણે સાંભળવાની કોશિકાઓ વધુ સંવેદનશીલ બની જાય છે, જેના કારણે તમે બહેરા પણ થઈ શકો છો.એક અભ્યાસ મુજબ, જો કોઈ વ્યક્તિ 2 કલાકથી વધુ સમય સુધી 90 ડેસિબલથી વધુ અવાજમાં ગીત સાંભળે છે, તો તેના બહેરા થવાની સંભાવના વધારે છે. બહેરાશનો ભોગ બને છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓ લપેટમાં આવી શકે છે. વાસ્તવમાં, કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે સતત ગીતો સાંભળવાથી સમય જતાં 40 થી 50 ડેસિબલ સુધી ઘટી જાય છે, જેના કારણે વ્યક્તિને દૂરના અવાજો સંભળાતા નથી.

Side Effect Of Earphones - Humdekhengenews

ટિનીટસ – ટિનીટસની સમસ્યા પણ થઈ શકે છે.આ એક એવો રોગ છે જેમાં કાનની અંદર સતત સીટી કે પવન ફૂંકાવા જેવા અવાજો આવે છે. આ અવાજ કાનની અંદરના ભાગમાં રહેલા કોક્લીયા કોશિકાઓના વિનાશને કારણે આવે છે.

આ પણ વાંચો : વિટામીન બી 12ની કમીથી આવે છે ચિડિયાપણુઃ જાણો બીજા પણ લક્ષણો

ઈન્ફેક્શન– જ્યારે આપણે કાનમાં ઈયર ફોન રાખીએ છીએ ત્યારે ઈયર વેક્સ અને અન્ય ગંદકી તેના બ્લોબમાં ફસાઈ જાય છે. ઈયર ફોનને સાફ કર્યા વિના સતત ઉપયોગ કરવાથી કાનની અંદર ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય ઈયર ફોન પણ ઘણી વખત એક્સચેન્જ થાય છે, જેના કારણે ઈન્ફેક્શનનો ખતરો પણ રહે છે.

Side Effect Of Earphones - Humdekhengenews

માથાનો દુખાવો– ઈયર ફોનમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોને કારણે વ્યક્તિના મગજ પર ખરાબ અસર પડે છે, જેના કારણે તેને માથાનો દુખાવો અથવા ઊંઘ ન આવવાની બિમારી છે.

Back to top button