લાઈફસ્ટાઈલહેલ્થ

જો તમે પણ જમતા જમતા ફોન પર વાત કરો છો ? તો થઈ જાવ સાવધાન આ આદતથી વધી શકે છે વજન

 જો તમે પણ કરો છો આવી ભૂલ તો સાવધાન. જમતા-જમતા ફોન પર વાત કરવાથી વજન વધે શકે છે આ સાથે જ વધારે ઊંઘ અને ઓછું પાણી પીવાથી પણ વજન વધી  શકે છે, આવો જાણીએ સ્લિમ રહેવાની ફોર્મ્યુલા શું છે. એક સમય હતો જે લોકોનું વજન વધારે હોય તે લોકો સુખી ઘરના ગણવામાં આવતા હતા. કોઈના ઘરમાં ભોજનમાં કેટલું ઘી નાખવામાં આવે તે પરથી તેના વિશે જાણવામાં આવતું હતું. પરંતુ હવે આ સમય વીતી ગયો છે. આજના જમાનામાં સ્થૂળતા એક બીમારીનું રૂપ લઇ ચુકી છે અને આજે ઘણાં લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે અને લોકો બચવા પણ માગે છે. આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતને કારણે લોકોમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થઇ જાય છે, જેના કારણે ગંભીર રીતે લોકો બીમાર પડવા લાગે છે. એક અંદાજ મુજબ, વર્ષ 2016 સુધીમાં દેશમાં 14 કરોડ લોકો સ્થૂળતા અને વધુ વજનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. તો બીજી તરફ, લોકો આરામદાયક લાઇફસ્ટાઇલ અને ફાસ્ટ ફૂડની લાલચ છોડી શકતા નથી. જેના કારણે સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે.તે પણ જાણવું જરૂરી છે, કે લાઈટ રહેવાની ફોર્મ્યુલા શું છે? સૌથી પહેલા એ આદત વિશે જાણીએ જેના કારણે વજન વધે છે.

क्या आप जानते हैं कहां रहते हैं अमेरिका के सबसे मोटे लोग - mississippi  rated fattest state in america says obesity related health care costs too  much for country

વર્લ્ડ કોંગ્રેસ ઑફ કાર્ડિયોલોજી’માં વાંચવામાં આવેલા એક રિસર્ચ પેપર મુજબ, વધુ ઊંઘ અને લાંબુ આયુષ્ય એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે. તો સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જેઓ સારી અને લાંબી ઉંઘ લે છે તેઓ આમ કરતા લોકોની સરખામણીએ 4.5 વર્ષ વધુ જીવી શકે છે.પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે ઊંઘ 7 થી 8 કલાકની હોય. જો વધારે સૂવામાં આવે તો વજન વધી શકે છે અને જીવન લાંબુ થવાને બદલે ટૂંકું અને બોજારૂપ બની જાય છે.એક અભ્યાસ મુજબ, જે લોકો 8-9 કલાકથી વધુ ઊંઘે છે તે લોકોમાં સ્થૂળતાનું જોખમ 25% વધારે જોવા મળે છે.આજકાલ લોકો લંચ કે ડિનરને ફ્રી ટાઈમ માને છે.આ સ્થિતિમાં તેઓ જમતી વખતે અન્ય કામને પણ સંભાળવાનો પ્રયાસ કરે છે. જમતી વખતે મોબાઈલ કે ટીવી જોવું સામાન્ય બની ગયું છે. પરંતુ આ ટેવ લાંબાગાળે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જ્યારે આપણે જમતી વખતે બીજે ક્યાંક ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે ખોરાકને યોગ્ય રીતે ચાવી શકતા નથી. ઓછું ચાવવાથી વજન ઝડપથી વધે છે.ઓછું પાણી પીવુંજે લોકો ઓછું પાણી પીએ છે તે લોકોમાં વજન વધવાની સમસ્યા સામાન્ય છે. જ્યારે દિવસમાં ઘણીવાર પાણી પીવામાં આવે છે ત્યારે ભૂખ ઓછી લાગે છે અને વધારે ખાવાથી બચી શકાય છે. હાઇડ્રેટેડ રહેવાથી ફાસ્ટ ફૂડનું ક્રેવિંગ પણ ઓછું થાય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો વજન જાળવી રાખવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે. સવારે નવશેકું પાણી પીવું પણ વધુ ફાયદાકારક છે.આવો જાણીએ શું કહે છે એક્સપર્ટડાયટિશિયન કોમલ સિંહ જણાવે છે કે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચરબીયુક્ત વસ્તુઓ ખાવાથી સ્થૂળતા આવે છે. એ વાત સાચી છે કે ફેટી ફૂડ અને ડ્રિંક્સથી વજન વધે છે, પરંતુ એવું નથી કે માત્ર આ જ વસ્તુના કારણે જ વજન વધે છે.

આ પણ વાંચો: આ 5 કારણોને લીધે જ તમારું વજન નથી ઘટી રહ્યું

આપણી રોજબરોજની કેટલીક આદતો પણ આપણું વજન વધારે છે. વજન ઘટાડવા માટે, ચરબીયુક્ત ખોરાક અને પીણાંથી દૂર રહેવાની સાથે આ આદતોને પણ ટાળવાની જરૂર છે. જમતી વખતે કે ટીવી જોતી વખતે વાત કરવી, 8-9 કલાકથી વધુ ઊંઘવું, ઓછું પાણી પીવું, ઓછું શારીરિક કામ કરવું એ કેટલીક આદતો છે જેનાથી વજન ઝડપથી વધે છે.તેને સુધારવાથી વ્યક્તિ ઘણી હદ સુધી સ્લિમ રહી શકે છે. તેનું એક સરળ સૂત્ર છે. દરરોજ સ્વસ્થ આદતો અપનાવો અને સ્લિમ રહો.સામાન્ય રીતે આપણે બધા એટલું તો જાણીએ જ છીએ કે ઓછું ખાવાથી વજન ઘટે, વધુ ખાવાથી વજન વધે. આ સિવાય તમને એ પણ ખબર છે કે રોજની દિનચર્યામાં થોડો શ્રમ કે કસરત આવે તો વજન ખાસ વધે નહીં. આ વાત જાણવા આમ છતાં તમને ખબર નથી પડતી કે આખો દહાડો દોડધામ કરવા છતા અને ખાવામાં પણ એવું કઇ વધારે ખાતા નથી તો પણ વજન કેમ વધ્યા કરે છે. અહીં એના કારણો જાણી લઈએ.અપૂરતી ઊંઘ: પુખ્ય વયની વ્યક્તિ ને ૬થી ૮ કલાકની ઉંઘ જોઇએ. તમે ઊંઘવાના અને ઉઠવાના સમયમાં નિયમિત હો તો તમારે જરૂર છે તેટલી ઊંઘ તમને ચોક્કસ આવશે. પણ અફસોસની વાત એ છે કે તમારા ઊંઘવાના અને ઉઠવાના સમય રોજ બદલાય છે આને કારણે તમે પૂરું ઊંઘતા નથી. મોડા સુધી જાગવાના જાણીતા કારણ મિત્રો કે ઘરના સાથે બહાર ખાવા પીવા જવાનો કાર્યક્રમ હોય કે બબ્બે કે ત્રણ ત્રણ કલાક સુધી હાલ્યા કે ચાલ્યા વગર બેસી રહેવાની અને વચ્ચે વચ્ચે આચરકૂચર ખાવાની ટેવ. આવી ટેવને કારણે વજન વધે છે. મોડી રાત સુધી મોબાઈલમાં વીડિયો-ફિલ્મો કે વેબસીરિઝ જોવામાં પણ સમય ક્યાં પસાર થઈ જાય છે તે ખબર પડતી નથી. આ કારણો પણ હવે અપૂરતી ઊંઘમાં ઉમેરાયા છે.

વધારે વજનના કારણે કયા રોગો થાય ?

૧. ડાયાબિટીસ,
૨. બ્લડ પ્રેશર,
૩. હાર્ટ એટેક,
૪. બ્રેઇન એટેક અથવા સ્ટ્રોક
૫. સાંધાનો વા,
૬. ચામડીના રોગો,
૭. હોર્મોન ગ્રંથિની તકલીફો,
૮. કેન્સર.

આજના જબરજસ્ત પોલ્યુશન અને પોપ્યુલેશનના જમાનામાં માનસિક તનાવ તો સૌ કોઇને હોય છે. તમે સ્ત્રી હો કે પુરુષ આ બન્ને કારણો ઉપરાંત સામાજિક કારણોને લીધે માનસિક તનાવ વિશેષ હોય આને લીધે તમારા શરીરમાં એક ખતરનાક હોર્મોન ‘કોર્ટિસોલ’ નીકળે. આને લીધે તમને રોજ કરતાં ભૂખ વધારે લાગે અને તમે જે મળે તે ખાઈ જાઓ એટલે વજન વધે. આમ પણ તમે જ્યારે જ્યારે મન ગમતી વસ્તુ અને તે મફત મળતી હોય ત્યારે આનંદ આવે છે માટે જ ખાઓ છો ખરુને?દવાઓની આડઅસર: એ. માનસિક તનાવ દૂર કરનારી કેટલીક દવાઓ થી તમારો માનસિક તનાવ દૂર થાય એટલે તમને સારું લાગે એટલે તમે વધારે ખાઓ એટલે વજન વધે.શરીરમાં કોઈ પણ ઠેકાણેથી સોજો ઉતારવા માટે ડોક્ટરો ‘સ્ટેરોઇડ’ પ્રકારની દવાઓ આપે છે. આવી દવાઓની ખાસિયત એ છે કે તેનાથી ભૂખ ખૂબ લાગે એટલે તમે ખાવા માંડો એટલે અને આવી દવાઓને કારણે શરીરમાં પાણીનો ભરાવો થાય અને તેનાથી પણ વજન વધારે થાય છે.

આ પણ વાંચો: મહેનત કરવા છતાં પણ વજન ઘટતો નથી તો અજમાવી જુઓ આ……

સામાન્ય રીતે ૩૮થી ૪૮ વર્ષના ગાળામાં સ્ત્રીઓમાં માસિક આવવાની ક્રિયા ધીરે ધીરે બંધ થાય આને કારણે શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય એટલે કેલરી ઓછી બળે અને તેનાથી સ્ત્રીઓના શરીરમાં પેટ, નિતંબ, સાથળ અને પીંડી ઉપર ચરબી જામે એટલે તેઓ જાડા તો લાગે જ પણ તેમની શારિરીક પ્રવૃત્તિ ધીમી પડી જાય. એટલે કે ઘરમાં કે બહાર ચાલવાની કે કોઈ શારિરીક શ્રમ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે .રોગથી વજન વધે છે એ. પોલિસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ નામના રોગમાં સ્ત્રીઓમાં હોર્મોનનું પ્રમાણ વધઘટ થાય તેને લીધે પેટ પર ચરબી વધે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સિગારેટ કે તમાકુનું વ્યસન તમે એક દમ છોડી દો ત્યારે વજન વધે પણ આ પ્રકારનો વજનનો વધારો કામચલાઉ હોય છે.

Water therapy to lose weight: तेजी से वजन कम करने के लिए वॉटर थेरेपी |  TheHealthSite.com हिंदी

જો તમને એમ લાગે કે તમારું વજન તમારા શરીરની કોઈપણ જાતની તકલીફ કે રોગ માટે તમે જે દવાઓ લેતા હો તેને કારણે વધતું હોય ત્યારે પણ તમારા ડોક્ટરને પૂછ્યા વગર તમે લેતા હોય તો તે દવા એકદમ બંધ ના કરશો. પુરુષો માટે શરીરની કેલરીની જરૂરત ૨૦૦૦ છે તમે ૨૦૦૦ કેલરી ઉપરાંત ફક્ત એક કપ એકલા દૂધમાં બનાવેલી ચામાં બે ચમચી ખાંડ નાખો તો તેની કેલરી ૨૦૦ થાય. આખો મહિનો ફક્ત એક કપ આવી ચા પીઓ તો તમે ૬૦૦૦ કેલરી વધારે લીધી ગણાય. આ ૬૦૦૦ કેલરી બરોબર ૪ કિલો વજન વધે.કસરત ના કરો તો કેલરી બિલકુલ ના બળે એટલે જાણે અજાણે તમારો બેઝલ મેટાબોલિક રેટ ઘટી જાય એટલે વજન વધે.

આટલું કરો:

૧. ખોરાકમાંથી ખાંડ અને મેદો અને તેલ બંધ કરો.
૨. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો.
૩. સ્નાયુની કસરત વધારો વજન ઊંચકવા, જોગિંગ, એરોબિક્સ વગેરે કરો.
૪. જમતા પહેલા ૨ કે ૩ ગ્લાસ ઠંડુ પાણી પીઓ.
૫. ભૂખ લાગે ત્યારે એક કપ ચા કે કોફી પીઓ તેનાથી તમારો બી.એમ.આર. વધશે.
૬. ઓછી કેલરીવાળા ખોરાક લીલા શાકભાજી તાજા ફળો લો.

Back to top button