દિવાળીહેલ્થ

જો તમને પણ આ બીમારીઓ છે તો ફટાકડા ફોડવામાં રાખજો સાવચેતી

Text To Speech

પ્રકાશનું પર્વ એટલે દિવાળી, તે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરવાનો તહેવાર છે. આ વર્ષે 24 ઓક્ટોબરે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે માટે લોકોના ઘરો દીવાઓ અને રોશનીથી ઝળહળશે. હિન્દુ ધર્મ અનુસાર, દિવાળી ધનતેરસથી ભાઈ બીજ સુધી ચાલુ રહે છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, જે દરમિયાન, લોકો તેને તેમના ઘરને શણગારીને, નવા કપડાઓ અને વિવિધ વાનગીઓ દ્વારા ઉજવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ જ મોટાભાગના લોકો ફટાકડા ફોડે છે.

ફટાકડા ફોડવા એ ઉજવણીની ભાગ ભલે હોઈ, પરંતુ ફટાકડાના ઘણા બધા ગેરફાયદા પણ છે. શું તમે જાણો છો કે સુગરના દર્દી માટે ફટાકડાઓ જોખમી છે. અહીં તમને આવી જ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે આ દિવસોને વધુ ખાસ બનાવી શકો છો.

દિવાળી પર આ વાતોનું રાખો ખાસ ધ્યાન

જે લોકોને સુગરની તકલીફ હોઈ અથવા જે લોકો ડાયાબિટીસના દર્દી છે, તેઓએ ફટાકડાનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ફટાકડાથી જો કોઈ પ્રકારની ઈજા થશે તો તેમાં સરળતાથી સારું થતું નથી.

અસ્થમાના દર્દીઓએ ભૂલથી પણ ફટાકડા ન ફોડવા જોઈએ. આ દિવસે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તેમને ઘરની બહાર નીકળવું ન પડે. કારણ કે ફટાકડામાંથી નીકળતો ધુમાડો કે ગેસ અસ્થમાના હુમલાનું કારણ પણ બની શકે છે. ફટાકડાઓને ખુલ્લી જગ્યામાં ફોડવા જોઈએ, સાથે જ ઢીલા કપડાઓ કે સિન્થેટીક કપડાઓ ભૂલથી પણ ના પહેરવા.

જો તમે હ્રદય રોગથી પીડિત હોવ, તો તમારે દિવાળીના અવસર પર તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષિત રહેવા માટે, ફટાકડા ફોડવાનું ટાળો અને બને ત્યાં સુધી દૂર બેસીને આ તહેવારનો આનંદ માણો.

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

ફટાકડાઓના કારણે પ્રદૂષણનું સ્તર વધે છે અને આ સ્થિતિમાં ત્વચાને પણ નુકસાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્વચા ઉપર નાળિયેરનું તેલ યોગ્ય સમયાંતરે લગાવતા રહો અને જેમ બને તેમ વધુ પાણી પીવો. સામાન્ય જીવનમાં પણ તમારે ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ.

ફટાકડામાંથી નીકળતા ધુમાડો અને ગેસના લીધે આંખોમાં બળતરા કે ખંજવાળ આવી શકે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોને પાણીથી ધોતા રહો સાથે બને એટલા ઓછા ફટાકડા ફોડો.

આ પણ વાંચો : શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?

Back to top button