લાઈફસ્ટાઈલ

જો તમને પણ ગરમ કપડા પહેરીને સૂવાની ટેવ છે તો ચેતી જજો

Text To Speech

શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ઘણીવાર ગરમ કપડા પહેરીને જ સૂઈ જતા હોય છે. પરંતુ આ ગરમ કપડા સૂતી વખતે પહેરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી હોય છે. ગરમ કપડાને કારણે તમને ઠંડીથી તો રાહત મળી જાય છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

ગરમ કપડા પહેરીને સૂવાથી સ્વાસ્થ્યને નુકશાન

શિયાળામાં ગરમ કપડાં પહેરીને સૂવાથી ઊંઘવામાં ઘણી રાહત મળે છે કારણકે, તેનાથી શરીરને હૂંફ મળે છે પરંતુ, શું તમને ખ્યાલ છે ઊનના કપડાં પહેરીને રાતે સૂવાથી તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉનના કપડાં પહેરીને સૂવાથી ઠંડીથી રાહત મળે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જાણો કેમ ઉનના કપડા પહેરીને સૂવું જોખમી છે, તેનાથી આપણા સ્વાસ્થ્યને કેવા પ્રકારનું નુકસાન થઇ શકે છે.

ગરમ કપડા -humdekhengenews

સ્વેટર પહેરીને સુવાથી થાય છે આ નુકશાન

સ્વેટર પહેરીને સૂવાથી તમારા શરીરમાં અનેક પ્રકારની આડઅસર થઈ શકે છે. આ ઊનની ગુણવત્તાને કારણે થાય છે. ઊન ગરમીનું વાહક છે. એટલે કે તે તેના તંતુઓ વચ્ચે મોટા પ્રમાણમાં હવાને ફસાવે છે. આ કારણે આપણા શરીરમાં ઉત્પન્ન થતી ગરમી લોક થઇ જાય છે અને બહાર આવતી નથી. આ રીતે આપણે ઠંડીથી બચીએ છીએ, પરંતુ તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

સ્વેટર મોજા અને ટોપી પહેરીને સુવાથી આ ચાર પ્રકારની તકલીફો થાય છે

1. બ્લડ સર્કયુલેશનમાં કમી, 2. ઉંગ ન આવવી.,3. સ્કિન એલર્જી, 4. ગભરામણ થવી

ગરમ કપડા -humdekhengenews

શિયાળામાં ટોપી પહેરીને સુવાથી થાય છે આ નુકશાન

શિયાળામાં ઉનની ટોપી પહેરીને સૂવું નહીં. કેમકે ટોપી પહેરવાથી વાળને સૌથી વધુ નુકસાન થાય છે. આનાથી ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ આવી શકે છે અને વાળની વૃદ્ધી પણ અટકી જતી હોય છે. આનાથી ખોપરી ઉપરની ચામડીમાં ચેપ લાગી શકે છે. ટાઈટ વૂલન કેપ પહેરવાથી માથાની ચામડીમાં તેલ જમા થઈ જાય છે, જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે.

ગરમ કપડા -humdekhengenews

જો તમે સૂતી વખતે ટોપી પહેરવા માંગો છો તો આટલુ કરો

જો તમે ટોપી પહેરીને સુવા માંગો છો તો તમારે આટલી વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ1 કોટન કેપ પહેરો, 2.ધોયેલી ટોપી પહેરો,3. ટોપી ખૂબ ટાઇટ ન હોવી જોઈએ, જો બાળકે ટોપી પહેરી હોય તો એ વાતનું ધ્યાન રાખો કે સૂતી વખતે તેની આંખો અને નાક કેપથી ઢંકાયેલું ન હોય.

આ પણ વાંચો : શિયાળામાં ખજુર ખાશો, તો ઇમ્યુનિટી વધી જશેઃ આ પણ થશે ફાયદા

Back to top button