જો તમારે પણ છે એકનું એક બાળક, તો ઉછેર માટે ખાસ ધ્યાન રાખો આ બાબતો
આજકાલ લોકો મોંઘવારી અને લાઇફસ્ટાઇલના કારણે એક જ સંતાન લાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં સિંગલ પરિવારોનું ચલણ વધી ગયુ છે. માતા-પિતા બંને વર્કીંગ હોય છે. આવા સંજોગોમાં ઘરમાં એક જ બાળક હોય છે. એક બાળક હોય ત્યારે માતા પિતા વધુ સતર્ક રહે છે, તેમને ડર હોય છે કે ક્યાંક બાળક બગડી ન જાય. તેઓ બાળકને અનુશાસનમાં રાખે છે. આ કારણે એવી સિચ્યુએશન થાય છે કે બાળકમાં સહેજ પણ કોન્ફિડન્સ રહેતો નથી. આવા સંજોગોમાં એ પણ જરૂરી છે કે માતા-પિતા બાળકના ઉછેરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખે, જેથી બાળકો બિલકુલ નબળાઇ ન અનુભવે.
એકલા બાળકો કોઇ સિબલિંગની સાથે ન હોવાના કારણે ખુદમાં આત્મવિશ્વાસની કમી અનુભવે છે. જેને લોકો ખરાબ ઉછેરનું કારણ માનવા લાગે છે. જો તમે બાળકને આખો દિવસ પેમ્પર કરતી હે તે આટલી બાબતોનું ધ્યાન રાખો.
બાળકોને બનાવો સોશિયલ
બાળકોને હંમેશા સોશિયલ બનવાનો મોકો આપો. પાર્ક, ઘર, સ્કુલમાં તેને તેની ઉંમરના બાળકો સાથે રમવા દો. જેના કારણે તે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકે. તેને એકસ્ટ્રા એક્ટિવીટી ક્લાસમાં મોકલો જેથી તે બીજા બાળકો સાથે રમે અને વાતો કરે. તેનાથી તેની સોશિયલ સ્કીલ ખીલશે.
તેનું બાળપણ ન છીનવો
એકલા બાળકો જલ્દી મેચ્યોર થઇ જાય છે. તેમની માસુમિયત અને બાળપણને બચાવીને રાખવાની કોશિશ કરો. ઘરમાં લડાઇ-ઝઘડા ન થવા દો. હંમેશા શિસ્તમાં રહેવાની વાત બાળકોને નીરસ અને મેચ્યોર્ડ બનાવી દે છે. તેથી બાળકોના માસુમ સવાલો અને તેના કામનો આનંદ ઉઠાવો, તેમને થોડી આઝાદી આપો.
પ્રેશર ન કરો
માતા પિતા પોતાની અધુરી ઇચ્છાઓ બાળક પુરી કરે તેવુ ઇચ્છતા હોય છે, તેથી અભ્યાસની સાથે તેને દરેક બાબતોમાં ઓલરાઉન્ડર બનાવવા ઇચ્છે છે. આ બધી બાબતો બાળકોના મનમાં દબાણ લાવે છે અને દરેક સમયે તે પ્રેશર અનુભવે છે. તેને ખુલીને જીવવા દો. નહીંતો તેની પર્સનાલિટી પર ઉંડી અસર પડશે.
બાળકોને સ્પેસ આપો
દરેક સમયે બાળકોને શંકાની નજરથી જોવાના બદલે થોડી વાર તેમને એકલા છોડો. મનપસંદ એક્ટિવિટી કરવા દો. બાળકોની આસપાસ રહેવાથી તેઓ જલ્દી તમારાથી આઝાદી ઇચ્છવા લાગશે. બાળકોને થોડી સ્પેસ આપવી પણ જરૂરી છે.
જબરજસ્તી ન કરો
બાળકો સાથે જબરજસ્તી કરવી અથવા તેમને ના ગમે તેવું કરાવવુ એ બાળકોના માનસિક વિકાસ પર અસર કરે છે. જો તેઓ પોતાના મનની વાત કોઇને નહીં કહે તો ખુબ જલ્દી ડિપ્રેશનનો શિકાર બનશે. તેથી બાળકોને વ્યક્ત થવાનો મોકો આપો.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી પર ચાહકોને ભેટ, પ્રભાસ-દીપિકાએ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટનું કર્યું એલાન