જો તમે પણ ગમે ત્યારે ગમે તે ખાઇ લો છો? તો આ રીતે સુધારો તમારી આદત


એવું ક્યારેક ને ક્યારેક તો તમારી સાથે પણ થયું જ હશે કે તમે ભુખ્યા ન હોવ, પરંતુ તમને કંટાળો આવી રહ્યો હોય, તમારુ મન ઉદાસ હોય, તમે કોઇ સ્ટ્રેસમાં હોવ કે પછી ગુસ્સો આવતો હોય ત્યારે ભુખ ન હોવા છતાં પણ તમે કંઇક ને કંઇક ખાઇ લો છો. એક વાત જાણી લો કે આવી વસ્તુઓ ખાવાથી માત્ર અને માત્ર કેલરી જ વધે છે, જે તમારુ વજન વધારવા માટે પણ કારણભૂત છે. આ કારણે તમે અનેક સમસ્યાઓનો પણ ભોગ બનો છો. જો તમે આવી આદતોમાંથી છુટકારો મેળવવા ઇચ્છો છો અને સાથે હેલ્ધી તેમજ ફિટ રહેવા ઇચ્છો છો તો કેટલીક ટિપ્સ જાણો, તેનાથી તમારી વારંવાર કંઇક ને કંઇક અનહેલ્ધી ખાવાની આદત છુટી જશે.
સ્ટ્રેસ ઇટિંગ
જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઇએ છીએ ત્યારે જમવાનું આપણા સ્ટ્રેસને કન્ટ્રોલ કરવામાં ખુબ જ મદદ કરે છે. સ્ટ્રેસને કન્ટ્રોલ કરવા માટે ખાવાનો સહારો લેવો ક્યારેય ચાલી પણ જાય, પરંતુ તેને તમારી આદત ન બનાવો. જરૂરી છે કે તમે તમારો આ કંટાળો દુર કરવા બીજો કોઇ ઉપાય વિચારો. જેમકે વોક પર જવુ, પુસ્તકો વાંચવા કે કોઇ દોસ્ત સાથે ફોન પર વાત કરવી.
ખુદને વ્યસ્ત રાખો
એક્ટિવિટીઝમાં ખુદને જોડો જેથી તમે લાંબા સમય સુધી વ્યસ્ત રહો. આમ કરવાથી તમારો કંટાળો દુર થશે અને તમને સ્ટ્રેસ નહીં આવે. તમે કંઇ પણ ઉલટુ સીધુ ખાવાથી બચી જશો.
ઘરે જંકફુડ ન ખાવ
જરૂરી છે કે તમે ઘરે અનહેલ્ધી સ્નેક્સ ન ખાવ. જ્યારે તમારા ઘરમાં કંઇક અનહેલ્ધી વસ્તુઓ રાખી હશે તો તમારુ મન વારંવાર તેને ખાવાનું વિચારશે. તો આ માટે જરૂરી છે કે તમે માર્કેટમાંથી કંઇ એવી વસ્તુ ખરીદીને જ ન લાવો જે અનહેલ્ધી હોય.
પુરતી ઉંઘ લો
જે વ્યક્તિ પુરતી ઉંઘ લે છે તેને સ્ટ્રેસ ઓછો આવે છે. જો તમે રાતના સમયે પુરતી ઉંઘ લો છો તો તમને વધુ ભુખ લાગતી નથી અને તમારુ ક્રેવિંગ પણ ઘટે છે. કોશિશ કરો કે તમે રાતે 7થી 9 કલાકની ઉંઘ ફરજિયાત લો. રાતે જલ્દી સુવાની કોશિશ કરો. જો 8 વાગ્યે જમીને 12 વાગ્યા સુધી જાગશો તો ચોક્કસ કંઇક ખાવાનું મન થશે.
હેલ્ધી સ્નેક્સ સાથે રાખો
અનહેલ્ધી વસ્તુઓ ખાવાના બદલે હેલ્ધી સ્નેક્સ જેમકે ફ્રુટ્સ, નટ્સ, સીડ્સ તમારી સાથે રાખો. ભુખ લાગે તો આવી વસ્તુઓનું સેવન કરો. એ વાતનો ખ્યાલ રાખો કે શું ખાઇ રહ્યા છો. પેટ ભરાઇ જાય પછી ક્યારેય ન ખાવ.
આ પણ વાંચોઃ અનંત અને રાધિકાની સગાઇમાં સલમાન સહીત બોલીવૂડના સેલિબ્રિટીનો જમાવડો