જો તમે પણ ડાયટ કરો છો ? તો આજથી ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ
આજથી ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ : આજકાલની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં દરેક લોકો હેલ્ધી રહેવાનું પસંદ કરે છે. આ માટે તેઓ હેલ્ધી ડાયટ પ્લાન કરતા હોય છે. જો તમે પણ હેલ્ધી લાઈફ ઈચ્છો છો તો તમે પણ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરો તે જરૂરી છે. ડાયટમાં રોજ અલગ અલગ રંગના ફળ અને શાક ખાવામાં આવે છે. તેનાથી શરીરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ મળે છે. અનેક માઈક્રો અને મૈક્રોન્યૂટ્રિઅન્ટ્સની પણ જરૂર હોય છે તેની ખામીને પૂરી કરવા માટે આ ડાયટ મદદ કરે છે. તમે આ ડાયટમાં પાલક, ગાજર, સ્ટ્રોબેરી જેવા કલરફૂલ અને હેલ્ધી ફૂડ આઈટમ્સને સામેલ કરી શકો છો. આ ફૂડ્સથી ભરપૂર રેનબો ડાયટ લેવાથી તમારી હેલ્થ સારી રહે છે. તો આજથી ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ ……..
આ પણ વાંચો : ઉનાળામાં કેટલું પાણી પીવું જરુરી, જાણો અહીં
દરેક કલરના ફૂડ્સ હેલ્થને આપે છે અલગ ફાયદો
- નારંગી : નારંગી રંગ માટે, ગાજર, નારંગી, શક્કરીયા અને જરદાળુ જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરી શકાય છે. આ શરીરમાં બળતરા ઘટાડવાની સાથે જ ઈમ્યુનિટ બુસ્ટર તરીકે પણ કામ કરે છે.
- પીળો : પીળા રંગની વસ્તુઓ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે અને ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. આ માટે તમે પાઈનેપલ, કેળા, લીંબુનો સમાવેશ કરી શકો છે.
- લીંબુ, : લીંબુમાં વિટામિન સી હોય છે. જેનાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે. આમાંથી મળતું બીટા કેરોટીન આંખોની રોશની વધારવામાં મદદરૂપ છે.
- લીલા : પાલક, બ્રોકોલી, એવોકાડો, કીવી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીનો આહારમાં સમાવેશ કરો. તેઓ સગર્ભા સ્ત્રીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે,જે તેમના બાળકના વિકાસમા મદદ કરશે.
- વાદળી અને જાંબલી : આ બે રંગોના ફળો અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ઉપરાંત તેઓ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપછે.
- કોબીજ, લસણ, દૂધ : આમાં ફાયબર વધુ હોય છે. જેનાથી કબજિયાત દૂર થાય છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ફૂડમાં ક્વર્સેટિન હોય છે. જેનાથી સ્ટ્રોકનો ખતરો દૂર થાય છે.
- ઓરેન્જ, પપૈયું, ગાજર : આમાં બીટા કેરોટીન હોય છે. જેનાથી આંખોની રોશની વધે છે. આમાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ સાંધાના દર્દથી બચાવે છે.
- શક્કરિયા, બ્રાઉન રાઈસ, ડાર્ક ચોકલેટ : આમાં ફાયબર અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે. આને ખાવાથી વેટ લોસ થાય છે અને બ્રેન પાવર વધેછે.
- કાળા તલ, કાળી દ્રાક્ષ : આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને આયર્ન હોય છે. આનાથી બ્લડ શુગર લેવલ બેલેન્સ રહે છે
- સફેદ : ડાયટમાં સફેદ રંગ હાડકાં અને દાંતની મજબૂતી માટે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં પણ મદદ કરે છે. સફેદ રંગ માટે કોબીજ, ડુંગળી, લસણ અને મશરૂમ જેવી વસ્તુઓ ખાઓ.
રંગબેરંગી આહાર શરીરને ફાયટોકેમિકલ્સની શક્તિ આપે છે
રંગબેરંગી ફળો અને શાકભાજીમાં ફાઈબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. આહારમાં આનો સમાવેશ કરવાથી સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે. રંગબેરંગી આહાર શરીરને ફાયટોકેમિકલ્સની શક્તિ આપે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખશે.કેલરી ઓછી હોવા છતાં રંગબેરંગી ફળો અને શાકભાજી તમને હેલ્ધી રાખે છે, જે આખા દિવસ દરમિયાન તમારી ઉર્જાનું સ્તર જાળવી રાખે છે.રંગબેરંગી ફળો અને શાકભાજી ફાઈબરથી ભરપૂર હોય છે. ફળો અને શાકભાજીમાં રહેલા ફાઈબર પણ પેટની સમસ્યામાં ફાયદાકારક છે.વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ, રંગબેરંગી ફળો અને શાકભાજી ખાવાથી ત્વચાને સ્વસ્થ અને નરમ રાખવામાં મદદ મળે છે.શરીરને સારી રીતે કાર્ય કરવા માટે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. આ માટે, વિવિધ રંગોના ફળો અને શાકભાજી ખાવાથી શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો અને વિટામિન્સ મળે છે, જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : કેરી ખરીદવા મામલે બબાલ, વેપારીઓએ ફોડી નાખી ગ્રાહકની આંખ, જાણો શું છે મામલો