વિશ્વમાં મંદીના કારણે અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે વિશ્વના ટોચના ટેક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો દુનિયાના 20 સૌથી ધનિક ટેક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં લગભગ 480 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જેમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સનું નામ પણ સામેલ છે.
કોની સંપત્તિ કેટલી ઘટી?
એલોન મસ્ક:
સતત થઈ રહેલા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની સંપત્તિ આ વર્ષની શરૂઆતથી 66.4 બિલિયન ડોલર ઘટી છે અને તે ઘટીને 204 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે આ વર્ષની શરૂઆતમાં લગભગ 270 બિલિયન ડોલર હતું. ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને હવે ટ્વીટરના માલિક એલોન મસ્કની સંપત્તિ આ વર્ષની શરૂઆતથી 66.4 બિલિયન ડોલર ઘટી ગઈ છે
એમેઝોન કંપનીના શેર ભાવ ઘટ્યા:
આ સાથે જ શોપિંગ વેબસાઈટ એમેઝોનના એક્ઝિક્યુટિવ ચેરમેન બેઝોસની સંપત્તિમાં આ વર્ષની શરૂઆતથી લગભગ 65.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. શુક્રવારે, યુએસ બજારોમાં ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં લગભગ 7.37 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. ત્યારે શુક્રવારે એમેઝોનના શેર લગભગ 8 ટકા નીચે પહોંચી ગયા હતા.
ઝકરબર્ગની સંપત્તિમાં 70 ટકાનો ઘટાડો:
ઝકરબર્ગને આ વર્ષે ટેક શેરોમાં ઘટાડાની સૌથી વધુ અસર થઈ છે. આ વર્ષની શરૂઆતથી તેમની સંપત્તિ 87.3 બિલિયન ડોલરથી ઘટીને 38.2 બિલિયન ડોલર થઈ છે. તમને જણાવી દઈએ કે, ખરાબ પરિણામોના કારણે ગુરુવારે ફેસબુકની પ્રમોટર કંપની મેટાના શેરમાં 25 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે ઝકરબર્ગની સંપત્તિમાં એક જ દિવસમાં 11.2 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. આથી દુનિયાના ધનિકોની યાદીમાંથી ખસીને તે સીધા 28માં સ્થાને સરકી ગયા છે.
બિલ ગેટ્સને પણ મોટું નુકસાન:
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ટેક શેરોમાં ઘટાડાને કારણે ભારે ફટકો પડ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગેટ્સની સંપત્તિમાં 27.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ સાથે ગૂગલના સહ-સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિમાં પણ 40 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: વિશ્વની સૌથી ઉંચી શિવજીની પ્રતિમા, જાણો- તેની વિશેષતા