ઉત્તર ગુજરાત

વિપુલ ચૌધરીને ન્યાય નહીં મળે તો અર્બુદા સેના જેલ ભરો આંદોલન કરશે…

Text To Speech

પાલનપુર: અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવાની ઘટનાને લઈને અર્બુદા સેના દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, છાપી અને ધાનેરામાં સરકાર વિરોધી સૂત્રોચાર કરનારા અર્બુદા સેનાના 25થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લા અર્બુદા સેનાના પ્રમુખ સહિત કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને વિપુલ ચૌધરીને ન્યાય આપવાની માગણી કરી હતી.

અર્બુદા સેના દ્વારા કલેક્ટર કચેરીમાં અપાયું આવેનપત્ર

બનાસકાંઠા અર્બુદા સેના દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વિપુલભાઈ ચૌધરીને રાજકીય કિન્નાખોરીથી ખોટા કેસો ઊભા કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે તે ઇરાદાથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ દૂધ સાગર ડેરીની ચૂંટણી જાહેર થઈ હતી, તે જ દિવસે તેમની ધરપકડ કરી હતી. હવે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે લોકશાહી ની પ્રક્રિયાનું હનન કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. જો તેમને ન્યાય નહીં મળે તો અર્બુદા સેનાના કાર્યકરો, પશુપાલકો અને સમાજના આગેવાનો અનિશ્ચિત સમય સુધી ઉપવાસ, ધરણાં અને જેલ ભરો આંદોલન કરશે. તેવી આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી હતી. અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં પાલનપુરની જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને સરકારી વિરોધી સૂત્રોચાર કરીને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો : દિવાળી વચ્ચે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, હજી ખિસ્સા ખાલી કરવા રહેજો તૈયાર

ધાનેરાથી પાલનપુર જતા અર્બુદા સેનાના 20 કાર્યકરોની કરાઈ અટકાયત- humdekhengenews

ધાનેરાથી પાલનપુર જતા અર્બુદા સેનાના 20 કાર્યકરોની કરાઈ અટકાયત

અર્બુદા સેના દ્વારા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીના સમર્થન માં તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર તેમજ ધરણાનો કાર્યક્રમ ગુરુવારે રાખવામાં આવ્યો હતોમ જેથી બનાસકાંઠા જિલ્લામાં પોલીસવડાએ મોડી રાત્રે તમામ પોલીસ મથકો ઉપર સૂચના આપેલ કે દરેક તાલુકા મથકેથી અર્બુદા સેનાના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા માટે પાલનપુર ના આવે તેવા પગલાં લેવા. જેથી ધાનેરા ખાતે વહેલી સવારથી જ પોલીસ દ્વારા સક્રિય કાર્યકર્તાઓને ઘર થી જ ઉપાડી લેવામાં આવ્યા હતા. અને ધાનેરાથી પાલનપુર જતા લોકોને પણ અટકાવીને ધાનેરા પોલીસ મથકે લવાયા હતા. જ્યાં મોડે સુધી નજર કેદ રાખવામાં આવ્યા હતા. જેમાં અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા રાજન ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ વિરમભાઇ, તલસાભાઈ પટેલ, નવાભાઈ, અશોકભાઈ, શંકરભાઈ તેમજ અન્ય 20 જેટલા કાર્યકર્તાની અટકાયત કરાઈ હતી. આ કાર્યકર્તાઓએ પોલીસ મથકે પણ સરકાર ના નામનો હુરિયો બોલાવ્યો હતો. અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવાની માંગ કરી હતી

Back to top button