ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે

  • પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર કરાઇ છે
  • શહેરમાં 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR થઇ
  • 922ને નોટિસ ફટકારવામાં આવી છે

અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે. જેમાં આજથી લાઈસન્સ વિનાના ઢોરો પકડાશે તો પશુ માલિકો પર કાર્યવાહી કરાશે. જેમાં 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR થઇ છે. તથા 922ને નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં વધારો થતા સરકારની મોટી પહેલ, અમદાવાદમાં રૂ.25 કિલો મળવાની શરૂ 

પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર કરાઇ છે

પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર કરાઇ છે. તેમજ પુરાવાના અભાવે 309 અરજી નામંજૂર થઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ/રજિસ્ટ્રેશન વિનાના પશુઓને CNCD વિભાગ દ્વારા પકડી લેવામાં આવશે. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને તા. 1 ડિસેમ્બર, 2023 પહેલાં અમદાવાદ શહેરની બહાર ખસેડી લેવા પશુમાલિકો/પશુપાલકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને આજથી શહેરમાં લાઈસન્સ વિનાના અને રજિસ્ટ્રેશન વિનાના ઢોર જોવા મળશે તો ઢોર જપ્ત કરી લેવામાં આવશે. આ હેતુસર AMC દ્વારા જાહેરખબર અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસના ગ્રૂપમાં PIએ Love you all મેસેજ કરતા વિવાદ વકર્યો

શહેરના જુદા જુદા ઝોનમાંથી 1,070 અરજી રજૂ કરાઈ હતી

CNCD વિભાગ દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાંથી 1,070 અરજી રજૂ કરાઈ હતી અને તે પૈકી 123 અરજી મંજૂર કરવામાં આવી છે અને 309 અરજી પુરાવાના અભાવે નામંજૂર કરાઈ છે અને 638 અરજી પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે. AMC દ્વારા પશુ માલિકોને તા. 1 સપ્ટેમ્બરથી ઢોર રાખવા અંગે લાયસન્સ મેળવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 8,121 ઢોર પકડવામાં આવ્યા છે અને 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR કરવામાં આવી છે અને 922 પશુમલિકોને નોટિસ ફટકારાઈ છે.

આ પણ વાંચો: સુરતમાં એથર કંપનીમાં લાગેલ આગમાંથી 7 હાળપિંજર મળ્યા પણ 2 ની રાખ પણ ના મળી 

આજથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અને કેટલાંક કિસ્સામાં જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો છે અને શહેરમાં ઢોર પકડવા, લાઈસન્સ/પરમિટ વિના પશુ નહીં રાખવા અંગે અંતિમ સૂચનાની જાહેર નોટિસ આપીને આજથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Back to top button