અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

જો આમ થશે તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને બનશે ચેમ્પિયન, વાંચો શું છે ICCનો નિયમ

Text To Speech
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી મેચમાં વરસાદ પડે તો શું થશે? આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે.

India vs Australia Final: વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. હવે ચાહકો ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. રવિવારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાયનલ જંગ જામશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટાઈટલ જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવશે. તેણે કાંગારૂ ટીમ સાથે 20 વર્ષ જૂનું એકાઉન્ટ પણ સેટલ કરવું પડશે. પરંતુ જો વરસાદ પડશે તો ફાઈનલની મજા બગડી શકે છે. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ જો વરસાદને કારણે મેચ પૂરી ન થઈ શકે તો શું થશે?

અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આછો તડકો રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

વરસાદ પડે તો શું થશે ?

રવિવારે હવામાન સ્વચ્છ રહેશે. પણ જો વરસાદ પડે તો? આ પ્રશ્ન ચાહકોના મનમાં આવી શકે છે. જો મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ જાય છે, તો તે રિઝર્વ ડે પર રમાશે. આઈસીસીએ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જ્યારે મેચ 20-20 ઓવરની પણ રમી શકાતી નથી ત્યારે રિઝર્વ ડે લાગુ કરવામાં આવે છે. જો કે, અમ્પાયરો પહેલા જ દિવસે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત રીતે વિજેતા ક્યારે જાહેર કરી શકાય?

આઈસીસીના નિયમો અનુસાર, જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.

આ પણ વાંચો: IND vs AUS Final: PM મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM, અંબાણી અને અદાણી, આ છે ગેસ્ટ લિસ્ટ

Back to top button