જો ધન તેરસે ઘરમાં દેખાય આ વસ્તુઓ તો સમજજો લક્ષ્મીજીનું આગમન!
- ધનના દેવતાને કુબેર દેવતા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ઘનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી તેરસ પણ કહેવાય છે
આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. ધનતેરસને ધન્વંતરી પણ કહેવાય છે. આ દિવસે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ ધનતેરસ પર કઇ વસ્તુઓ દેખાય તે શુભ છે? ધનતેરસને સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનો તહેવાર કહેવામાં આવે છે. ધનના દેવતાને કુબેર દેવતા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ઘનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી તેરસ પણ કહેવાય છે. ધનતેરસના દિવસે નવો સામાન ખરીદવાનું પણ શુભ માનવામાં આવે છે. જેવી રીતે દિવાળીના દિવસે ઘરમાં ગરોળી દેખાય તો તેને શુભ માનવામાં આવે છે, તેવી જ રીતે ધનતેરસ પર પાંચ વસ્તુઓનું દેખાવાનું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વસ્તુઓ મા લક્ષ્મીના આગમન તરફ ઈશારો કરે છે. જાણો ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ દેખાય તે શુભ માનવામાં આવે છે?
ગરોળી
હિંદુ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ગરોળી દેખાય તે શુભ માનવામાં આવે છે. તે રીતે ધનતેરસે પણ ગરોળી દેખાવું શુભ મનાય છે. એવી માન્યતા છે કે ગરોળીને મા લક્ષ્મીના પ્રતિકના રૂપમાં જોવામાં આવે છે. જો તમને ધનતેરસના દિવસે ગરોળી દેખાય તો ઘરમાં ચોક્કસ પણે લક્ષ્મીજીનું આગમન થાય છે.
કિન્નર
એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે કિન્નરોનું દેખાવું શુભ છે. ધનતેરસના દિવસે જો કિન્નર પોતાની ઈચ્છાઅનુસાર સિક્કો તમારી હથેળીમાં રાખી દે તો તમને લાઇફમાં ક્યારેય પૈસાની કમી થતી નથી.
રસ્તા પર પડેલા સિક્કા
મા લક્ષ્મીને હંમેશા પૈસા સાથે જોડીને જોવામાં આવે છે. ધનતેરસના દિવસે પૈસા દેખાય તે શુભ માનવામાં આવે છે. જો તમને આ દિવસે રસ્તા પર સિક્કા દેખાઇ જાય તો સમજજો નજીકના દિવસોમાં તમારા ઘરમાં વધુ ધનપ્રાપ્તિ થવાની છે.
સફેદ બિલાડી
ધનતેરસના દિવસે સફેદ બિલાડી દેખાવી શુભ માનવામાં આવે છે. જો તમને તે દેખાઇ જાય તો સમજજો નજીકના સમયમાં તમારા અટકેલા કામ પૂરા થવાના છે.
ઘૂવડ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે ઘૂવડનું દેખાવું શુભ માનવામાં આવે છે. તેની પર મા લક્ષ્મીની સવારી છે, જો ધનતેરસ પર ઘૂવડ દેખાય તો ઘરમાં ધન આવવાના સંકેત છે.
આ પણ વાંચોઃ મહાભારત યુગના ધાર્મિક સ્થળ ‘લાક્ષાગૃહ’નું મહાકુંભ પહેલાં થશે નવનિર્માણ