ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જો આ લક્ષણો દેખાય તો સમજજો તમારુ વજન વધી રહ્યુ છે

Text To Speech
  • વજન વધશે તો રોજેરોજ નવી નવી તકલીફો આવતી જશે
  • વધુ પડતા વજનની અસર તમારી ઓવરઓલ હેલ્થ પર થશે
  • થાક લાગી રહ્યો છે કે ક્રેવિંગ થઇ રહ્યુ છે તો માનો વજન વધી રહ્યુ છે

કેટલાક લોકોનું વજન ખુબ જ ઝડપથી વધી જાય છે, તો કેટલાક લોકોનુ વજન ગમે તેટલુ ખાવા છતાં વધતુ નથી. વજન વધવાના કારણે આરોગ્ય સંબંધિત પરેશાનીઓ પીછો છોડતી નથી. વજન વધવાના કારણે ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જેવી બિમારીઓ થાય છે. તેની અસર તમારી ઓવરઓલ હેલ્થ પર પડે છે. એવા કેટલાક સંકેતો વિશે જાણો જેના લીધે તમને જાણ થશે કે તમારુ વજન વધી રહ્યુ છે.

જો આ લક્ષણો દેખાય તો સમજજો તમારુ વજન વધી રહ્યુ છે hum dekhenge news

રોજિંદા કામ કરવામાં પરેશાની

જો તમે ઘરના રોજના કામમાં થાક અને આળસ અનુભવતા હો તો એ વાતનો સંકેત છે કે તમારે વજન ઘટાડવુ જોઇએ. શરીરમાં ફેટની માત્રા વધવાથી ઇંફ્લેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે અને થાક અનુભવાય છે.

 

જો આ લક્ષણો દેખાય તો સમજજો તમારુ વજન વધી રહ્યુ છે hum dekhenge news

ક્રેવિંગ વધવુ

ગળ્યુ ખાવાનું ક્રેવિંગ વધે અને ભુખમાં વધારો થાય તો તે વજન વધવાના લક્ષણો હોઇ શકે છે. જ્યારે તમારુ વજન વધે છે તો તમે તણાવગ્રસ્ત અને ઉદાસીનતા અનુભવવા લાગો છો. આ પણ તમારુ વજન ધીમે ધીમે વધી રહ્યુ હોવાના લક્ષણ છે.

શુગર કે કોલેસ્ટ્રોલ વધવુ

જો તમારુ બ્લડ શુગર કે કોલેસ્ટ્રોલ લેવલ તમને વધેલુ લાગતુ હોય તો તે વજન વધવાના સ્પષ્ટ સંકેત છે. પેટની આસપાસ વજન વધવાના કારણે તમારે બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

જો આ લક્ષણો દેખાય તો સમજજો તમારુ વજન વધી રહ્યુ છે hum dekhenge news

જુનુ જિન્સ ન થવુ

જો તમને તમારુ જૂનુ જિન્સ ફિટ થઇ રહ્યુ છે તો માનજો કે તમારુ વજન વધી ગયુ છે. તમારા શરીરમાં સૌથી પહેલા ચરબી હિપ્સ અને પેટના ભાગે જમા થાય છે. કમરની સાઇઝ વધવાનો મતલબ છે કે તમારુ વજન વધી ગયુ છે અથવા વધી રહ્યુ છે.

સાંધામાં દુખાવો

જો તમને કોઇ પણ કામ કરતી વખતે સાંધામાં દુખાવો અનુભવાય છે તો માનજો કે તમારે વજન ઘટાડવાની સખત જરૂર છે. શરીરમાં ફેટની માત્રા વધવાથી સાંધા પર પ્રેશર આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ સુંદર બીચ લુપ્ત થવાને આરે, રિપોર્ટમાં થયો ખુલાસો

Back to top button