ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જો પગમાં આ ચિહ્નો દેખાય તો હોઈ શકે છે ડાયાબિટીસ સહિત અન્ય રોગોની નિશાની

Text To Speech

અમદાવાદ, 02 ફેબ્રુઆરી : મોટા ભાગના લોકો માથાનો દુખાવો કે પીઠના દુખાવાની તરત સારવાર કરાવતા હોઇ છે, પરંતુ જ્યારે પગના દુખાવાની વાત આવે છે ત્યારે આપણે મનમાં વિચારીએ છીએ કે આજે બહુ ચાલવાના કારણે અથવા જ્યારે ખંજવાળ આવે તો આપણે વિચારીએ છીએ, ગંદા મોજાં પહેર્યા હશે. પરંતુ એવું નથી હોતું, પગ અને અંગૂઠામાં જોવા મળતી અસામાન્ય વસ્તુઓ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. તાજેતરમાં જ એક નિષ્ણાતે કહ્યું કે, આપણા પગની આંગળિયો અને અંગૂઠાને લગતી કોઈપણ સમસ્યા પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, નહીં તો તે ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

ઠંડી આંગળીઓ

જો કોઈ વ્યક્તિના અંગૂઠા ઠંડા હોય તો તે નબળા રક્ત પરિભ્રમણને કારણે હોઈ શકે છે જે ઘણી આંતરિક તબીબી પરિસ્થિતિઓને કારણે થઈ શકે છે. ડાયાબિટીસ, ધમનીની બિમારી, હૃદયની સમસ્યાઓ, કાયમની અતિશય ફૂલેલી નસો, લોહીના ગંઠાવા, થાઇરોઇડ અને સંધિવા જેવી સ્થિતિઓનો હોઇ શકે છે.

નખનો આકાર બદલાવો

જો કોઈ વ્યક્તિના પગના નખનો આકાર બદલાઈ તો તેના પર પણ ધ્યાન આપવું. જો તમારા પગના નખ વાંકાચૂંકા દેખાય છે, તો તે એનિમિયા, હાઈપોથાઈરોડિઝમ અથવા ઓટોઈમ્યુન ડિસઓર્ડરની નિશાની હોઈ શકે છે.

પગની આંગળિયોમાં સોજો

નબળા રક્ત પરિભ્રમણ અથવા લસિકા વિકૃતિઓ સહિત ક્ષતિગ્રસ્ત પરિભ્રમણ પ્રણાલીને કારણે અંગૂઠામાં સોજો આવે છે. તે ફંગલ ચેપ, ઇજા, સૉરાયિસસ અને સંધિવા દ્વારા શરૂ થાય છે. સોજો આવવાના અન્ય સંભવિત કારણો જેવા ક, એક જ સ્થિતિમાં ખૂબ લાંબો સમય સુધી ઊભા રહેવું, યોગ્ય રીતે ફિટિંગના જૂતા ન પહેરવા, વધારે વજન અને ડિહાઇડ્રેટેડ હોવું વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

પગના પંજામાં ઝણઝણાટી

પેરિપેરલ ન્યુરોપથી નામની એક કન્ડિશન અંગૂઠામાં ઝણઝણાટીનું કારણ બની શકે છે. ડાયાબિટીસવાળા લોકોને આ ઘણીવાર થાય છે અને તેના પરિણામે તે પગ અને હાથની સંવેદના સંપૂર્ણ રીતે ગુમાવી ડે છે.

ફંગલ ઇન્ફેકશન

નખમાં થવા વડા ફન્ગલ ઇન્ફેકશનની ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી તેના લક્ષણો સ્પસ્ટ દેખાવા ન લાગે, નખની નીચે સફેદ-પીળી ફોલ્લીઓ અથવા નખને બરડ બની જાય તો તે ફંગલ ઇન્ફેકશન હોઈ શકે છે.

આ પણ વાંચો : મોડી રાતે ખાવાની આદત નથી ને? મિડનાઈટ ક્રેવિંગ આપશે અનેક રોગ

Back to top button