ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી

મકરસંક્રાતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, 14 જાન્યુઆરી અને 15 મી જાન્યુઆરીના રોજ લોકો પતંગ ઉડાવીને આ તહેવારની ઉજવણી કરે છે. દર વર્ષે આ તહેવાર ધુમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે સુર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સમયે બધી રાશિઓ પર સુર્યનો વિશેષ પ્રભાવ હોય છે. તે કોઇ વ્યક્તિ માટે સારુ તો કોઇ વ્યક્તિ માટે ખરાબ હોઇ શકે છે. મકરસંક્રાંતિનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. કેટલીક બાબતોની અવગણના કરવાથી અશુભ પરિણામો મળી શકે છે. મકરસંક્રાંતિએ એવા ઘણા કાર્યો છે જે ભુલથી પણ ન કરવા જોઇએ.

મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવાની અને સૂર્યની પુજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય તે દિવસે ખીચડો ખાવો, તલના લાડુ ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

મકરસંક્રાતિ પર શું કરવુ જોઇએ?

મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે, પણ આ દિવસે તમે ઘરમાં પણ પાણીમાં કાળા તલ નાંખીને સ્નાન કરી શકો છો. આ દિવસે ખીચડી ખાવી જોઇએ. તેનાથી હેલ્થ પણ સારી રહે છે.  મકરસંક્રાતિના દિવસે તલના લાડુ ખાવા તેમજ તલવાળું પાણી પીવાની પરંપરા છે.

જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી hum dekhenge news

દાન કરવામાં પાછીપાની ન કરો

મકરસંક્રાતિના દિવસે દાન કરવાનું અલગ જ મહત્વ હોય છે. મકર સંક્રાતિના દિવસે ઘરે કોઇ ભિખારી , સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દો. મકરસંક્રાંતિએ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ પ્રથા છેલ્લા ઘણા સમયથી પ્રચલનમાં છે. દાન કરવાથી તમારી પર મા લક્ષ્મીની કૃપા થશે અને સાથે સાથે તમને સફળતા, પ્રસિદ્ધિ અને સન્માન મળશે. જો આ દિવસે ગરીબોને કાળા તલનુ દાન કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે. આ સાથે જ શનિ દોષ પણ દુર થાય છે. પોતાની યથા શક્તિ મુજબ દાન કરવુ.

જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી hum dekhenge news

બ્રાહ્મણોને ભોજન કરાવો

કેટલાય વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવુ અત્યંત શુભ ગણાય છે. ગંગા સ્નાન પહેલા કંઇ ન ખાવુ જોઇએ. ગંગા સ્નાન બાદ ગરીબ બ્રાહ્મણોને ભોજન કરાવો. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરો. તેનાથી તમને દેવતાઓનો આશીર્વાદ મળશે અને દેવતા તમારા કાર્યથી પ્રસન્ન થશે.

શાકાહારી ભોજન જ લો

મકરસંક્રાંતિના દિવસે ધુમ્રપાન જેવી વસ્તુઓથી દુર રહો. તમે ઇચ્છો તો તલ અને મગની ખીચડી બનાવીને ખાઇ શકો છો. આ દિવસે શાકાહારી ભોજન જ કરો. માંસાહારી ભોજનથી દુર રહો. જો તમે તેનું પાલન કરશો તો તમારુ શરીર આખુ વર્ષ સારું રહેશે અને તમે તણાવ મુક્ત રહેશો.

જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી hum dekhenge news

આટલુ ન કરો

  • જો આ દિવસે તમે સૂર્ય દેવની કૃપા મેળવવા માંગો છો તો સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરો
  • આ શુભ દિવસે સવારે ઉઠતાંની સાથે જ નાસ્તો ન આરોગવો જોઇએ, કેટલાક લોકોને સવારે ઉઠતા જ ચા અને નાસ્તો કરવાની આદત હોય છે. આજના દિવસ પુરતુ ધ્યાન રાખો.
  • આ દિવસે સ્નાન અને દાન કર્યા વગર ભોજનનુ સેવન ન કરવું જોઈએ.
  • ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડનુ કટિંગ કે સફાઈ ન કરવી.
  • મકરસંક્રાતિ પુણ્ય કાળ છે,આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ.

આ પણ વાંચોઃ ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટે સરકારે આપ્યા આદેશ, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરો

Back to top button