ગુજરાત

કોર્ટમાં કામ હોય તો હમણા ન જતા, મીની વેકેશન જેવો માહોલ

Text To Speech
  • કોર્ટની કામગીરી 17 ઓગસ્ટથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે.
  • મહત્વની ન્યાયિક પ્રક્રિયા માટે કાયદા મુજબની જોગવાઈનું પાલન થશે.

HD ન્યૂઝ ડેસ્ક: કોર્ટમાં આજથી મીની વેકેશન જેવો માહોલ છે. ગુજરાત હાઇકોર્ટમાં શનિ-રવિની રજા ઉપરાંત 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને 16 ઓગસ્ટે પારસી નવવર્ષની રજા છે. આ જ પ્રમાણે નીચલી કોર્ટમાં પણ શનિ-રવિની રજા તેમજ સ્વાતંત્ર્ય પર્વ અને પારસી નવવર્ષની રજા છે.

રજાના દિવસોમાં કોર્ટમાં 50 ટકા જ ઘસારો

જોકે, નીચલી કોર્ટ 14 ઑગસ્ટ સોમવારના દિવસે ખુલ્લી રહેશે. ન્યાયિક અધિકારીઓએ પણ 14 ઓગસ્ટે રજા લેતાં 50 ટકા જેટલો જ ઘસારો કોર્ટમાં જોવા મળશે. મહત્વની ન્યાયિક પ્રક્રિયા માટે કાયદા મુજબની જોગવાઈનું પાલન કરવામાં આવશે.

શનિ-રવિ ઉપરાંત ધારમિક રજાઓના કારણે કોર્ટમાં રજાનો માહોલ

આ ઉપરાંત 26 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ દરમિયાન પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાવવાની શકયતા છે. જ્યારે 26 ઓગસ્ટે ચોથો શનિવાર, 27 ઓગસ્ટે રવિવાર અને 29 ઓગસ્ટે ઓણમ તેમજ 30 ઓગસ્ટે રક્ષાબંધન છે. ત્યારબાદ 31 ઓગસ્ટથી કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. રક્ષાબંધન સહિતના મહત્વના ધાર્મિક તહેવારો શ્રાવણ માસમાં આવે છે. જેથી રજાનો માહોલ રહે છે.

આ પણ વાંચો: વડોદરાના સાવલી પોલીસ મથકના PSI રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Back to top button