ટ્રેન્ડિંગધર્મ

પિતૃ દોષ હોય તો મળે છે આ સંકેતો, જાણો મુક્તિ મેળવવાના ઉપાય

  • જો કોઈ વ્યક્તિને પિતૃ દોષ હોય તો તેને અમુક ખાસ પ્રકારના સંકેતો મળે છે. જો તમને પણ આવા સંકેત મળતા હોય તો પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય કરો

HD ન્યુઝ ડેસ્કઃ જે રીતે આપણે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પૂજા કરીએ છીએ, તેવી જ રીતે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવ સમાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પિતૃઓનું તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ યોગ્ય રીતે કરવામાં ન આવે તો પરિવાર પિતૃ દોષનો ભોગ બને છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. જાણો પિતૃ દોષના લક્ષણો અને મુક્તિ મેળવવાના ઉપાયો

પિતૃ દોષ હોય તો મળે છે આ સંકેતો, જાણો મુક્તિ મેળવવાના ઉપાય hum dekhenge news

પિતૃ દોષના લક્ષણો

  1. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો તેનો વંશ આગળ વધતો નથી થતી. આવી વ્યક્તિને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
  2. ઘરમાં પીપળનો છોડ ઉગે એ પણ પિતૃ દોષનું લક્ષણ માનવામાં આવે છે. ઘરના આંગણામાં, ઘરની તિરાડોમાં કે તૂટેલા વાસણોમાં પીપળાનો છોડ ઉગવો અશુભ સંકેત માનવામાં આવે છે.
  3. જો કોઈ વ્યક્તિને સખત મહેનત કર્યા પછી પણ નોકરી અથવા વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તે પિતૃ દોષનો સંકેત માનવામાં આવે છે. પિતૃદોષ હોય તો જીવનમાં પ્રગતિ થતી નથી.
  4. બાળકોનું સતત બીમાર પડવું એ પણ પિતૃ દોષની નિશાની માનવામાં આવે છે.
  5. કોઈપણ કારણ વગર પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થાય એ પિતૃ દોષના લક્ષણોમાંનું એક માનવામાં આવે છે.
  6. જીવનમાં નાના-મોટા અકસ્માતો સામાન્ય છે, પરંતુ જો આ અકસ્માતો મોટી સંખ્યામાં થાય અથવા વારંવાર થતા હોય તો તેને પિતૃ દોષનો સંકેત માનવામાં આવે છે.

પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃદોષની શાંતિ માટે પિતૃ પક્ષ દરમિયાન તેમના નામ પર અન્ન અને જળ અર્પણ કરવું જોઈએ. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, તર્પણ અને પિતૃઓનું શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓના નામ પર દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે.

આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં શું કરવું અને શું ન કરવું? શા માટે છે પિતૃ પક્ષ મહત્ત્વનો?

Back to top button