આર્થિક તંગી હોય તો નવા વર્ષે ઘરમાં લગાવો આ ત્રણ છોડઃ આવશે બરકત
- ઘણી વખત વ્યક્તિએ પોતાની જિંદગીમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, કેટલાક એવા છોડ છે જે ઘરમાં લગાવવાથી તે પૈસાને આકર્ષે છે અને તમારી આર્થિક તંગી દુર થાય છે.
એવા ઘણા લોકો છે જેમને ઘરમાં છોડ લગાવવાનું પસંદ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં વૃક્ષ કે છોડને આપણી કુંડળી અને ગ્રહો સાથે જોડીને જોવાય છે. ઘરમાં છોડ વાવવાથી શુદ્ધ હવા મળે છે, તો વૃક્ષોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ, ફળો અને બીજી અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃક્ષ અને છોડ પણ પૈસા સંબંધિત સમસ્યાઓ હળવી કરી શકે છે? જો તમે પૈસાની તંગીથી પરેશાન છો, તો તમે તમારા ઘરમાં આ 3 છોડ લગાવીને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ તે છોડ વિશે જે ઘરમાં લગાવવાથી ઉત્તમ પરિણામ મળે છે.
આર્થિક તંગી દૂર કરવા માટેના 3 ઉપાય
મની પ્લાન્ટ
જો તમે કોઈપણ પ્રકારની આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હો તો તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવો. તેને લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ ટકી રહે છે. દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો હંમેશા શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તમારે ક્યારેય પણ મની પ્લાન્ટને જમીનની નીચે ન લગાવવો જોઈએ, કારણ કે તેના પાંદડા જમીન પર ફેલાય તેને શુભ માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, મની પ્લાન્ટ જેટલી ઝડપથી વધશે, તેટલી જ ઝડપથી મા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે.
બીલીપત્ર
બીલીપત્રનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર, બીલીપત્રના વૃક્ષમાં ભગવાન શિવનો વાસ હોય છે અને જ્યાં ભગવાન શિવ સ્વયં હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થતી નથી. બીલીપત્રનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારા ભંડાર ભરેલા રાખે છે.
બામ્બુ પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્રમાં વાંસનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેને ઘરમાં લગાવવાથી આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ધ્યાન રાખો કે બામ્બુ પ્લાન્ટ હંમેશા ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.
આ પણ વાંચોઃ રામ મંદિરનું કામ કેટલે પહોંચ્યું? ચંપત રાયે આપી માહિતી