ગુજરાતટોપ ન્યૂઝ

પ્રાઈવેટ વ્હીકલ પર કોઈ પણ જાતનું લખાણ કે સ્ટીકર હશે તો તેને આજે જ દૂર કરો, નહીંતર ભરવો પડી શકે છે મસમોટો દંડ

Text To Speech

આપણાં દેશમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ લખેલા વાહનો અનેક જોયા હશે. અને કદાચ આપણે પણ તેમાંથી એક હશું કે જેને પોતાના વાહન પર રૌફ જમાવવા માટે કંઈક લખાવ્યું હશે. પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજેજ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે.

લખાણો દૂર કરવાના આદેશ
રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે  કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જો લખાણ કે સ્ટીકર હશે તો પોલીસ દંડ ફટકારશે
હવેથી ખાનગી વાહનો પર કોઈ પણ પ્રકારનું લખાણ કે કોઇ પણ જાતનું સ્ટીકર પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે.  ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે.  વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.

Back to top button