લાઈફસ્ટાઈલ

શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય અને મેળવો રાહત

શિયાળાની ઋતુમાં સ્કીન ડ્રાઈ થઈ જવી , હોઠ ફાટી જવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે ઘણા લોકોના વાળ પણ શિયાળામાં ખરાબ થઈ જતા હોય છે. ત્યારે આવુુ કેમ થાય છે તે જાણવું જરુરી છે. આમ તો શિયાળાની ઋતુ સૌ કોઈને ગમતી હોય છે જેની આપણે આતુરતાથી રાહ પણ જોતા હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં ત્વચાને લઈને ઘણાને સમસ્યા રહેતી હોય છે. જેમાં પણ ખાસ કરીને આપણા હોઠ આ સિઝનમાં સૌથી વધુ સૂકા હોય છે અને તે ફાટવા લાગે છે. સૂકા હોઠ માટે હવામાનની શુષ્કતા જવાબદાર છે, પરંતુ આપણી કેટલીક ખોટી આદતોને કારણે પણ આવી સમસ્યાઓ સર્જાય છે.

હોઠ કેમ ફાટે છે શું છે તેની પાછળનું કારણે?

ઓછું પાણી પીવાથી

જે લોકો ઓછું પાણી પીવે છે, તેમના હોઠ વધુ ફાટે છે. સામાન્ય રીતે આપણે શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાની જરૂરિયાત અનુભવીએ છીએ, પરંતુ તેમ છતાં શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે કારણ કે પાણીની ઉણપથી હોઠ ફૂલી શકે છે.

ડાર્ક લિપસ્ટિક

જે મહિલાઓ વધુ ડાર્ક લિપસ્ટિક લગાવે છે, તેમના હોઠ વધુ ફાટે છે, જો તમે તમારા હોઠ પર નબળી ગુણવત્તાનો લિપ બામ લગાવો છો, તો તે વધુ ફાટેલા હોઠનું કારણ બને છે, તેથી હોઠ પર કુદરતી તેલ લગાવવાનો પ્રયાસ કરો, તેનાથી હોઠને આંતરિક પોષણ મળશે.

LIPS-HUM DEKHENGE NEWS
LIPS

આ પણ વાંચો: શિયાળામાં આ લોટની રોટલી ખાવાથી થાય છે ગજબના ફાયદા, ઘણી સમસ્યામાં મળશે રાહત

હોઠ ચાટવાથી

શિયાળામાં જ્યારે હોઠ સૂકવા લાગે છે ત્યારે કેટલાક લોકો તેને જીભ વડે ચાટીને ભીંજવે છે. જેના કારણે નફાને બદલે નુકશાન થાય છે. ખરેખર, લાળમાં કેટલાક ઉત્સેચકો હોય છે જે હોઠને સૂકવે છે.

હેલ્ધી ખોરાક ન ખાવું

જે લોકો તાજા ફળો અને શાકભાજી જેવા હેલ્ધી ફૂડનું સેવન ઓછું કરે છે, તેમની ત્વચા વધુ શુષ્ક હોય છે. એટલા માટે તમારે વધુને વધુ ફળો અને શાકભાજીનો રસ પીવો જોઈએ કારણ કે તેનાથી શરીરને આંતરિક પોષણ મળશે અને હોઠ ફાટશે નહીં.

ત્યારે સુંદર હોઠ માટે શું કરવું?

જો હોઠ શુષ્ક અને તિરાડ પડી જાય તો તેની અસર ચહેરાની એકંદર સુંદરતા પર પડે છે, ફાટેલા હોઠને કારણે માત્ર મહિલાઓ જ નહીં પુરૂષોનો લુક પણ બગડી શકે છે. આ સિવાય તમે ખુલ્લેઆમ હસતા શરમાવા લાગો છો, ક્યારેક ફાટેલા હોઠમાંથી લોહી નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી કેટલીક ભૂલો સુધારવી જોઈએ જેથી તમને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવા સુંદર હોઠ મળી શકે. જેના માટે જો હોઠ પહેલાથી જ ફાટી ગયા છે તો રાત્રે સુતી વખતે બદામનું તેલ, કે પછી નારીયેળનુું તેલ લગાવો. તેમજ જો હોઠ પર બડતરા થઈ રહી હોય તો મલાઈ પાંચ મીનિટ લગાવી ધોઈ લો. આમ કરવાથી હોઠ હતા તેવા પાછા થઈ જશે. તેમજ આ ઈલાજ તમે હોઠ સારા થઈ ગયા બાદ પણ કરી શકો છો જેનાથી તમારા હોઠ ચમકવા લાગશે.

Back to top button