ટ્રેન્ડિંગધર્મ

પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ

Text To Speech
  • શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો વ્યક્તિના લગ્નજીવન પર નકારાત્મક અસર પડી શકે છે અને પતિ-પત્નીના સંબંધોમાં તકરાર થવા લાગે છે. કેટલીકવાર નાની-નાની બાબતો મોટા ઝઘડાઓનું સ્વરૂપ લઈ લે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવા વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા અને પરેશાનીઓ દૂર થાય છે. શું તમે જાણો છો કે બેડરૂમમાં કેટલીક વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વ્યક્તિના લગ્નજીવન પર નકારાત્મક અસર પડી શકે છે અને પતિ-પત્નીના સંબંધોમાં તકરાર થવા લાગે છે. કેટલીકવાર નાની-નાની બાબતો મોટા ઝઘડાઓનું સ્વરૂપ લઈ લે છે. આનાથી કેવી રીતે બચશો?

બેડરૂમની છત પર ન હોવો જોઈએ બીમ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા બેડરૂમની છત પર એવો બીમ ન હોવો જોઈએ, જે રૂમને બે ભાગમાં વહેંચી દે. વાસ્તુ કહે છે કે જ્યાં પતિ-પત્ની સૂતા હોય ત્યાં બે અલગ-અલગ ગાદલાને બદલે એક જ ગાદલું હોવું જોઈએ. વાસ્તુ અનુસાર તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

બેડરૂમ રાખો સ્વચ્છ

પરિણિત લોકો માટે જરૂરી છે કે તેઓ પોતાના બેડરૂમનું વિશેષ ધ્યાન રાખે. બેડરૂમ હંમેશા સ્વચ્છ જ હોવો જોઈએ. વાસ્તુ અનુસાર બેડરૂમમાં ટીવી કે કમ્પ્યૂટર જેવી વસ્તુઓ ન હોવી જોઈએ. તેના કારણે પતિ પત્નીના સંવાદમાં સમસ્યા થાય છે અને કોઈ પણ ગેરસમજ સંબંધોમાં તિરાડ પાડી શકે છે. મોટાભાગના કેસમાં એવું જોવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે સંવાદની કમી તેમના અલગ થવાનું કારણ બને છે.

પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

 

દિશાનું રાખો ધ્યાન

પરિણિત લોકોએ પોતાના બેડરૂમને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સારી રીતે સજાવીને રાખવો જોઈએ. બેડરૂમનો રંગ મનને પ્રસન્નતા આપે તેવો હોવો જોઈએ.

તસવીરો કેવી ન લગાવવી

વાસ્તુ અનુસાર બેડરૂમમાં એવી તસવીરો ન લગાવવી જોઈએ, જેમાં હિંસક ચિત્રો હોય, નદી, તળાવ, ઝરણા, દરિયાની લહેરો, દુઃખી કરતી તસવીરો ન લગાવવી જોઈએ. બેડરૂમની ઉપર પાણીની ટાંકી ન હોવી જોઈએ. તેના કારણે પતિ પત્ની વચ્ચે મતભેદ કે મનભેદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ અબુધાબી ઉપરાંત દુનિયાભરમાં ફેલાયેલાં BAPS મંદિરો તમે જોયાં છે? અહીં જૂઓ

Back to top button