યોગા મેટ ગંદી હશે તો થશે વધુ નુકશાનઃ આ રીતે કરો સાફ
ખુદને ફિટ અને હેલ્ધી રાખવા માટે લોકો યોગા મેટનો સહારો લે છે. રોજિંદા ઉપયોગમાં આવતી યોગા મેટની સફાઇને લોકો નજરઅંદાજ કરતા હોય છે. બની શકે ક્યારેક તમે પણ આવી વ્યક્તિઓમાં સામેલ હો. યોગા મેટની સફાઇને આપણે નજરઅંદાજ કરીએ છીએ. આપણે કદાચ ક્યારેય વિચાર્યુ નહીં હોય કે ગંદી યોગા મેટ યુઝ કરવાથી આપણને ઇન્ફેક્શન થઇ શકે છે. આ કારણે આપણે બિમાર પણ પડી શકીએ છીએ. તો પછી ખુદ હેલ્ધી અને ફિટ રહેવા માટે માત્ર યોગ ન કરો, યોગા મેટની સફાઇ પર પણ ધ્યાન આપો.
યોગા મેટ સાફ કરવા ફોલો કરો આ ટિપ્સ
હુંફાળા પાણીનો ઉપયોગ કરો
યોગા મેટ ધોતી વખતે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો નથી. તેનાથી મેટ ખરાબ થઇ શકે છે. ટબમાં હુંફાળુ પાણી લઇ માઇલ્ડ ડિટરજન્ટથી તેની સફાઇ કરો. ત્યારબાદ યોગા મેટને આ પાણીમાં લગભગ 5-10 મિનિટ માટે રાખો. આમ કરવાથી તેમાં જમા થયેલી ગંદકી નીકળી જશે.
સ્પોન્જથી કરો સફાઇ
પલાળેલી મેટને સાફ કરવા માટે તેના ખુણે ખુણામાં સ્પોન્જ ઘસો. તેને બ્રશ ન ઘસતા નહીંતો નુકશાન થશે. સ્પોન્જથી ઘસવાથી યોગા મેટ ચમકવા લાગશે.
સ્વચ્છ પાણીમાં ધુઓ
યોગા મેટને સ્પોન્જથી ઘસ્યા બાદ તેને પાણીમાં ત્યાં સુધી ધુઓ જ્યાં સુધી મેટ પરથી ગંદકી અને સાબુ હટી ન જાય. બાથરુમમાં નળ નીચે મેટ રાખી દો. યોગા મેટને પેન્ટના હેંગર પર સુકાવો તેનાથી તે જલ્દી સુકાઇ જશે.