ચોમાસામાં ગળુ ખરાબ થઇ રહ્યુ હોય તો અપનાવો આ નુસખા
- ચોમાસાના ઠંડા વાતાવરણમાં ગળુ થાય છે ખરાબ
- વરસાદમાં શરદી-ખાંસી થવાની શક્યતાઓ વધે છે
- ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરશે કેટલીક ટિપ્સ
ચોમાસા( Monsoon)માં વરસાદના કારણે વાતાવરણ ક્યારેક ઠંડુ તો ક્યારેક ગરમ હોય છે. તેની સીધી અસર આપણી હેલ્થ પર પડે છે. વરસાદમાં કેટલાય લોકોને શરદી, ખાંસી, ગળુ ખરાબ થવુ, તાવ જેવી તકલીફો થાય છે. તેની સીધી અસર ઇમ્યુન સિસ્ટમ પર પડે છે. આ કારણે શરીરમાં નબળાઇ આવે છે અને તમે વારંવાર બીમાર થાવ છો. આજે એવી કેટલીક ટિપ્સ જાણો જે તમને આવા વાતાવરણમાં ગળાની ખરાબી અને શરદી-ખાંસીમાંથી બચાવે અને તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં પણ મદદ કરે.
ગરમ પાણીના કોગળા
ગરમ પાણીના કોગળા કરવાથી તમને ગળાનો સોજો અને દુખાવામાંથી રાહત મળશે. ગરમ પાણીના કોગળા કરવા માટે તમે પાણીમાં મીઠુ નાંખો અને આ મિશ્રણને રોજ 3થી 4 વખત કરો.
તુલસીનો ઉકાળો
જો તમને શરદી-ખાંસી કે ગળામાં દુખાવો રહેતો હોય અથવા હળવો સોજો રહેતો હોય તો તમે તુલસીના પાંદડાનો ઉકાળો બનાવીને તે પી શકો છો. તેનાથી ગળાના દુખાવામાં, સોજામાં આરામ મળશે. તમે તુલસીના પાણીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો. આ ઉકાળો પીવાથી તમને ગળાના દુઃખાવામાં રાહત મળશે. જે વ્યક્તિઓને લીંબુની એલર્જી હોય તેઓ લીંબુ ન નાંખે
હળદરના પાણીના કોગળા કરો
કોગળા કરવા માટે તમે હળદરના પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરીને કોગળા કરો. ધીમે ધીમે કોગળા કર્યા કરશો તો જલ્દી રાહત મળશે.
આ પણ વાંચોઃ મોનસુનમાં દવાથી વધુ અસરકારક આ વસ્તુઓ