લાઈફસ્ટાઈલ

ઉત્તરાયણમાં જો ગળું ખરાબ થાય તો ખાસ રાખજો કાળજી

Text To Speech

તમને ગળાનો જે પ્રોબ્લેમ છે એ ઍસિડિટીને કારણે થયો હોય એમ બની શકે. અમુક લોકોને ગળામાં સતત ઇરિટેશન રહેતું હોવાથી ગળું સતત ખંખેર્યાં જ કરવું પડતુ હોય છે ક્યારેક કફ જમા થઈ જતો હોય એમ પણ લાગે છે. ડોક્ટરને આ થવાનું કોઈ કારણ જ સમજાતું નથી. આજકાલ જુદા પ્રકારની લાઇફસ્ટાઇલને લીધે એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. ખોટું ખાનપાન, અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓને કારણે શહેરી જીવન જીવતા આપણે બધા સામાન્ય એસિડિટીનો ભોગ બનીએ છીએ. ઘણી વાર એવું પણ થાય છે કે ઍસિડિટી એટલી નોર્મલ થઈ જાય છે કે વ્યક્તિને રિયલાઇઝ પણ થતું નથી કે તેને ઍસિડિટી છે. તમને ગળાનો જે પ્રોબ્લેમ છે એ ઍસિડિટીને કારણે થયો હોય એમ બને.

આ પણ વાંચો : ઠંડીમાં એનર્જી જોઇએ છે? તો ડાયેટમાં લો આ વિન્ટર મેજીક ફુડ

Throat File Image Hum Dekhenge

ઍસિડ રિફ્લક્સ શું હોય છે?

જ્યારે ઍસિડ બનતું હોય ત્યારે એ અન્નનળી મારફત ઉપરની તરફ આવે છે, જેને ઍસિડ રિફ્લક્સ કહેવાય છે. સામાન્ય રીતે ખાટા ઓડકાર કે ઘચરકા આવતા હોય તો ગળામાં જે ખરાબ લાગે એ જ ઍસિડ રિફ્લક્સ છે. પેટના અને અન્નનળીના આ એસિડને કારણે ગળાના ટિશ્યુની લાઇનિંગમાં ઇરિટેશન થાય છે, જેને એસોફેગાઇટિસ કહેવાય છે. આ સિવાય વારંવાર ગળાને ખંખેરવાની જરૂર પડવાની સમસ્યા પણ મોટા ભાગે ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ જેને હોય એના માટે સામાન્ય લક્ષણ છે.

જ્યારે-જ્યારે એસિડિટી રહેશે ત્યારે ગળાની તકલીફ પાછી આવવાની સંભાવના
ભલે દેખાવમાં ગળાની તકલીફ લાગે છે, પણ છે પેટની તકલીફ એટલે કે પાચનની તકલીફ. શરૂઆતમાં દસેક દિવસનો ઍન્ટેસિડનો કોર્સ કરીને જુઓ. એનાથી આરામ ચોક્કસ થશે, પરંતુ એ કાયમી સોલ્યુશન નથી. ઍસિડિટી એક એવી તકલીફ છે જેનું નિવારણ જડથી થવું જોઈએ. કોશિશ કરો કે એસિડિટી પાછળનાં કારણોને દૂર કરો અને પાચનને સ્ટ્રોંગ બનાવો જેથી ગળાની તકલીફ વધે નહીં, કારણ કે જ્યારે-જ્યારે તમને એસિડિટી રહેશે ત્યારે એ ગળાની તકલીફ પાછી આવવાની સંભાવના રહેશે.

Back to top button