વરસાદની સીઝનમાં પેટ બગડી ગયું હોય તો ખોરાકમાં ખાસ લો આ વસ્તુઓ
- વરસાદની સીઝનમાં ખાણીપીણીમાં જો થોડું પણ ધ્યાન રાખવામાં ન આવે તો કોઈ પણ વ્યક્તિનું પેટ બગડી શકે છે. પાચનને સારું રાખવું હોય તો થોડી વિશેષ કાળજી લેજો
HD ન્યુઝ ડેસ્કઃ વરસાદની સીઝનમાં સૌથી વધુ બીમારીઓ પેટ સંબંધિત હોય છે. ઘણા લોકોનું પાચન બગડે છે અને ઘણા લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે યોગ્ય જીવનશૈલી અને હેલ્ધી ખાણીપીણીનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કબજિયાત પાછળ ઘણા કારણો છે, જેમાં ખોરાકની ખરાબ આદતો, ઓછો શારીરિક શ્રમ, કોઈ મેડિકલ કન્ડિશન પણ હોઈ શકે છે.
યોગ્ય આહાર કબજિયાત દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં જ્યારે મેટાબોલિઝમ ધીમું હોય ત્યારે હેલ્ધી ફૂડનું સેવન ફાયદાકારક છે. જાણો એવા કયા ખોરાક છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
5 વસ્તુઓ કબજિયાત દૂર કરી શકે છે
સફરજન
સફરજન કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તેને ખાવાથી આંતરડાની તંદુરસ્તી પણ સુધરે છે. નિયમિતપણે સફરજન ખાવાથી લાંબા સમયની કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
નાસપતી
સફરજનની જેમ નાસપતી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન પેટ માટે ખૂબ જ લાભદાયક છે. કબજિયાત દૂર કરવા માટે પાકેલી નાસપતી ખાવાથી વધુ ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઇબર કબજિયાતમાં રાહત આપે છે.
કઠોળ
કઠોળ પણ કબજિયાત દૂર કરવામાં અસરકારક છે. તે નોન સોલ્યુબલ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. આહારમાં કઠોળ, ચણા અને દાળનો સમાવેશ કરીને કબજિયાતની તકલીફને દૂર રાખી શકાય છે.
આખુ અનાજ (સાબુત અનાજ)
આખુ અનાજ શરીરની ઓવરઓલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. આખા અનાજ ખાવાથી કબજિયાતમાં જલ્દી રાહત મળે છે. આ માટે અંકુરિત અનાજ, બરછટ અનાજ વગેરેનું સેવન કરી શકો છો..
દહીં, છાશ
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં દહીં અને છાશનો સમાવેશ કરવાનું શરૂ કરો. જો તમે રોજ એક ગ્લાસ છાશ પીશો તો તમને કબજિયાતથી સરળતાથી રાહત મળી શકે છે. આ સિવાય શરીરને હાઇડ્રેટ રાખવું પણ જરૂરી છે.
આ પણ વાંચોઃ થોડી વાર ચાલવામાં જ શરીર થાકી જાય છે? હોઈ શકે વિટામિન B12ની કમી, પીવો આ જ્યૂસ