ચહેરાની ત્વચા ઢીલી થઇ ગઇ છે તો આ રીતે કરો ટાઇટ
જ્યારે ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે તો, લોકો મોટાભાગે એમ વિચારીને ભૂલ કરી બેસે છે કે હવે તેમની ઉંમર વધવા લાગી છે. ઢીલી પડી ગયેલી ત્વચા પર કરચલીઓ અને માથા પર બારીક લીટીઓ દેખાવવાનું શરૂ થઇ જાય છે. ઘણીવાર તો ત્વચા પીળા રંગ પણ દેખાવવા લાગે છે અને તેમાં સંવેદનશીલતા આવી જાય છે. લાઇફસ્ટાઇલ યોગ્ય ન હોવાના કારણે તથા આહારમાં યોગ્ય પ્રકારના પોષણ ન હોવાના કારણે પણ ત્વચા ઢીલી પડી શકે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારી ઢીલી ત્વચાને કેવી રીતે ટાઇટ કરો, તેના માટે કેટલાક ઘરેલૂ નુસખા જણાવવાના છીએ, તો જરા ધ્યાનથી વાંચો.
ઇંડાનો માસ્ક : આ માસ્કને તૈયાર કરવા માટે ઇંડાનો સફેદ ભાગ જ કામમાં આવશે. તેને ચહેરા તથા ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી લગાવી રાખવાનો હોય છે. જ્યારે સુકાઇ જાય ત્યારે ચહેરાનો ધોઇ લો. આ ત્વચાની અંદર કોલોજેનનું નિર્માણ કરે છે.
એલોવેરા : એલોવેરાની પત્તીઓને નિકાળીને તેમાંથી જેલ નીકાળો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી રાખો. પછી તેને હુફાળા ગરમ પાણીથી ધોઈ અને ચહેરો સાફ કરી લો. આ રીતને એક અઠાવાડિયા સુધી અજમાવો.
લીંબુ : લીંબુમાં વિટામિન-સી હોય છે જે શરીરમાં કોલેજેનનું નિર્માણ કરે છે. તેનાથી ત્વચામાં લચીલાપણું આવે છે. લીબુંના રસને ચહેરા તથા ગરદન પર લગાવીને 10 મિનીટ સુધી રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો.
ખીરા : આ એક સારું સ્કીન ટોનર છે. ખીરાના રસને નિકાળી લો અને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. આવુ દરરોજ કરવાથી ફરક દેખાઈ આવશે.
ચંદન : માસ્ક શુદ્ધ ચંદન પેસ્ટને ચહેરા પર લગાવાથી ચહેરાની ડેડ સ્કીન હટી જાય છે અને ચહેરો ટાઈટ બને છે. તેની સાથે આ ચહેરા પરથી એક્ને, ગાઢા ડાઘ તથા તેલ હટાવવામાં મદદ કરે છે.