ગુજરાતચૂંટણી 2022
ભાજપના સિનિયર નેતાઓને જ રસ નથી તો પ્રજા શું મતદાન કરશે, જાણો કોણે કહ્યું આવું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં નિરસ મતદાનના કારણે લગભગ તમામ પક્ષોની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે રાજકોટમાં આજે કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખુદ સિનિયર આગેવાનોને વોટિંગમાં રસ નથી તો પ્રજા ક્યાંથી મત આપે’.
આયાતી ઉમેદવારથી કાર્યકરોની નારાજગી વધી
વધુમાં બારોટે જણાવ્યું હતું કે, ભાજપનું સૂત્ર હતું કે ‘પહેલા મતદાન પછી જલપાન’. ઓછું મતદાન એ સાબિત કરે છે કે ખુદ ભાજપના જ કાર્યકરો અને એમના સમર્પીત મતદારોએ આ સૂત્રને નકારી દીધું છે. કારણકે આયાતી ઉમેદવારોથી કાર્યકર્તા નારાજ થયા છે એટલે જ ભાજપના કાર્યકરો અને નેતાઓ ઘરે જ રહ્યા, પોતે પણ મતદાન કરવા ન આવ્યા અને લોકોને પણ મત કરવા માટે પ્રોત્સાહિત ન કર્યા. જે સાબિત કરે છે. આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.