લાઈફસ્ટાઈલ

સંબંધો નવા હોય તો આવી ભૂલ ના કરશો, નાની અમથી ભૂલ પણ થઇ શકે છે સંબંધ પર ભારી

Text To Speech

લોકો એક સંબંધના માધ્યમથી એક બીજાની પાસે આવે છે અને તે સંબંધને સફળ બનાવવા પુરો  પ્રયત્ન પણ કરે છે, પણ ક્યારેક સંબંધોને નિભાવવાના અતિ ઉત્સાહમાં એવી પણ ભૂલો કરી બેસે છે, જે તેમના સંબંધોને બગાડી દે છે. તેમની ભૂલો ક્યારેક તેમના તો ક્યારેક તેમના પાર્ટનર માટે મુસીબત બની જાય છે. ત્યારે તેમની આ ભૂલ તેમના પાર્ટનરના મનમાં પ્રેમને બદલે શંકાઓ ભરી દે છે. જો તમે પણ કોઇની સાથે રીલેશનમાં છો અને તમે પણ જાણે અજાણે કોઇ આવી જ ભૂલ કરી રહ્યા છો તો ચેતી જજો.

સંબંધમાં જલ્દબાજી ના કરવી:

શરૂઆતથી જ ઘણા લોકો સંબંધોમાં ઉતાવળીયા હોય છે, જેના કારણે તેઓ ઘણીવાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આથી બીજા અનેક કામોની જેમ સંબંધોમાં પણ થોડી ધીરજ જરૂરી છે. કેહવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે.

પાર્ટનર સાથે તમારા એક્સની વાતો ના કરો:

ઘણા લોકો એવા હોય છે જે પોતાના હાલના પાર્ટનર સાથે એક્સની વાતો કરતા રેહતા હોય છે કે પછી તેમના પાર્ટનરને એક્સ સાથે કમ્પેર કરતા રહે છે જે સ્વાભાવિક પણે કોઇ પણ સંબંધમાં ખલેલ પાડી દે છે. અને તે બાદ સારા સંબંધોમાં પણ ખટાસ આવી જાય છે.

પોતાની આઝાદી પાર્ટનરને ના સોંપવી:

નવા નવા સંબંધોમાં પાર્ટનરને ખુશ કરવા માટે કે પ્રભાવિત કરવા માટે કેટલાક લોકો તેમની દીનચર્યા જ પોતાના પાર્ટનરના સમય અનુરૂપ બનાવી લે છે. જે થોડા સમય બાદ બન્ને માટે સંબંધમાં અકળામણનુ કારણ બની જાય છે. આથી પોતાની ફ્રીડમ ક્યારે કોઇને સોંપવી , અને સંબંધોમાં પણ મી-ટાઇમ કાઢી લેવો જરૂરી છે.

 સંબંધને બચાવવા તમે એકલા મહેનત ના કરો:

ક્યારેક સંબંધોમાં એક જ વ્યક્તિ નિરંતર પ્રયાસ કરતો રહેતો હોય છે, અને આમ કરવાથી વ્યક્તિ ક્યારેક સંબંધ બચાવતા બચાવતા તુટી જાય છે પણ સંબંધ બચાવી શકતો નથી.

Back to top button