ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વાહનનું PUC, ટેક્સ, વીમો બાકી હશે તો ટોલપ્લાઝા પરથી ઇ-ચલણ જનરેટ થશે

  • ઇ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણ સિસ્ટમ અમલી બનાવાઇ
  • ટોલપ્લાઝામાંથી વાહન પસાર થતાંની સાથે જ ઓટોમેટિક ઇ-ચલણથી જાણ થઇ જશે
  • નિયમ ભંગ કરતા વાહન માલિકો અમલ કરતા થઈ જશે

ગુજરાતમાં વાહનનું PUC, ટેક્સ, વીમો બાકી હશે તો ટોલપ્લાઝા પરથી ઇ-ચલણ જનરેટ થશે. જેમાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણ સિસ્ટમ અમલી બનાવાશે. આગામી એક મહિનામાં અમલ શરૂ થશે, ટોલપ્લાઝાના સર્વર સાથે વાહન-4નું સર્વર લિંક કરાશે. તેમજ પ્રથમ તબક્કામાં અમદાવાદના અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ટોલપ્લાઝામાંથી વાહન પસાર થતાંની સાથે જ ઓટોમેટિક ઇ-ચલણથી જાણ થઇ જશે

જો તમારા વાહન પર પીયુસી, ટેક્સ, વીમો, પરમીટ કે ફિટનેશ સહિતના પુરાવા બાકી હશે અને તમારું વાહન ટોલપ્લાઝા પરથી પસાર થતું હશે તો વાહન પર ઓટોમેટિક ઇ-ચલણ જનરેટ થઇ જશે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઇ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણ સિસ્ટમ અમલી બનાવાઇ છે. જેનો અમલ આગામી એક મહિનામાં થશે. પ્રથમ તબક્કામાં અમદાવાદના અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શીયલ વાહનોને સીધી અસર થશે. બીજા તબક્કામાં ખાનગી વાહનોનો સમાવેશ કરાશે. ટોલપ્લાઝાના સર્વર સાથે વાહન-4નું સર્વર લિંક કરી દેવાથી ટોલપ્લાઝા પરથી પસાર થતાં વાહનોના બાકી કોઇ પુરાવા હશે તો ઓટોમેટિક ઇ-ચલણ જનરેટ થશે. હાલમાં આરટીઓમાં વાહનની કામગીરી કરવા જાવો ત્યારે તમારી પાસે વાહનના પૂરતા પુરાવા ના હોય તો ઓનલાઇન કે ઓફલાઇન કોઇ કામગીરી થતી નથી. બાકી પુરાવા અંગે પણ આરટીઓનું કામ કરવા જાય ત્યારે જ વાહન માલિકને જ ખબર પડે છે. પરંતુ હવે ટોલપ્લાઝામાંથી વાહન પસાર થતાંની સાથે જ ઓટોમેટિક ઇ-ચલણથી જાણ થઇ જશે.

નિયમ ભંગ કરતા વાહન માલિકો અમલ કરતા થઈ જશે

હાલ વાહન પરના આવશ્યક દસ્તાવેજો નહીં હોવા છતાં રસ્તા પર વાહન દોડાવીને ઘણા કોમર્શિયલ અને ખાનગી વાહન માલિકો નિયમ ભંગ કરતા હોય છે. ઇ-ડિટેકશન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણથી આવા વાહન માલિકો પોતાના વાહનના તમામ પુરાવા રાખતા થઇ જશે અને અમલ પણ કરશે. કોમર્શિયલ વાહનના વિવિધ એસો.ના સભ્યોએ કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમલવારી કરવાની વાત ધ્યાનમાં છે, પરંતુ એસો.ને સાથે રાખીને નિર્ણય કર્યો નથી. કોમર્શિયલ વાહન પર ટેકસ કે અન્ય કોઇ રકમ પરત લેવાની હોય તો મહિનાઓ સુધી મળતી નથી અને વાહન પર સરકારી પુરાવા બાકી હોવાની રકમ ત્વરિત વસૂલવાનું આયોજન થઈ રહ્યું છે.

Back to top button