ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આ રીતે મિલકત ભાડે આપી હશે તો પ્રોપર્ટી ટેક્સમાં થશે ફાયદો

Text To Speech
  • હવે ‘સેલ્ફ’ ફેક્ટરના આધારે ભાડાની ગણતરી કરવામાં આવશે
  • રેવન્યુ કમિટીમાં નીતિ વિષયક નિર્ણય કરવામાં આવ્યો છે
  • મિલકતના પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવા અંગેની વ્યાખ્યામાં સુધારો કરાયો

અમદાવાદમાં બ્લડ રિલેશનમાં ભાડે આપેલ મિલકતના પ્રોપર્ટી ટેક્સ માટે ‘સેલ્ફ’ ધોરણે કરવા નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.  તેમાં ટેક્સની આકારણી કરવા અંગેની વ્યાખ્યામાં સુધારો કરાયો છે. જેમાં CA સર્ટિફિકેટ, IT રિટર્ન, ભાડું ચૂકવતા ન હોવાનું સોગંદનામું, બેલેન્સશીટ, સહિત પુરાવા આવશ્યક છે. બેલેન્સ શીટ, નફા- નુકસાન ખાતું સહિત સાંયોગિક પુરાવા રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો: અમદાવાદના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ થઇ 

રેવન્યુ કમિટીમાં નીતિ વિષયક નિર્ણય કરવામાં આવ્યો છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જો બ્લડ રીલેશન ધરાવતા સગા- સંબંધીને મિલકત ભાડે આપવામાં આવી હોય તેવા કિસ્સામાં ‘સેલ્ફ’ ધોરણે આકારણી કરવાનું નક્કી કરાયું છે. આ હેતુસર રેવન્યુ કમિટીમાં નીતિ વિષયક નિર્ણય કરવામાં આવ્યો છે અને આ પ્રકારે બ્લડ રિલેશનમાં સગાંઓને મિલકતનો ઉપયોગ કરવા માટે આપવામાં આવી હોય તેવી મિલકતના પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવા અંગેની વ્યાખ્યામાં સુધારો કરાયો છે. જેના પરિણામે કોમર્શિયલ મિલકતોમાં ડબલ ટેક્સ વસૂલાતો હતો તેમાં બ્લડ રીલેશન ધરાવતી મિલકતોમાં હવે ‘સેલ્ફ’ ફેક્ટરના આધારે ભાડાની ગણતરી થવાને લીધે કોર્પોરેટ અને બિઝનેસ કરદાતાઓને લાભ થશે.

આ પણ વાંચો: ગુજરાતના ઘણા શહેરોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જાણો કયા છે વરસાદની આગાહી

હવે ‘સેલ્ફ’ ફેક્ટરના આધારે ભાડાની ગણતરી કરવામાં આવશે

રેવન્યુ કમિટીમાંથી જાણવા મળ્યું છે કે જો મિલકતનો વપરાશ મિલકતના માલિક અથવા તેની સાથે સંબંધીની વ્યાખ્યામાં આવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય અને કોઈ પ્રકારનું ભાડું ચૂકવતા ન હોય તો તેવા કિસ્સામાં મિલકતની આકારણી ‘સેલ્ફ’ ધોરણે કરવામાં આવશે. બ્લડ રીલેશન- સંબંધીની વ્યાખ્યામાં માલિકના દાદા- દાદી, માતા- પિતા, ભાઈ-ભાભી, બહેન, પત્ની, પુત્ર-પુત્રવધૂ, પુત્રી, પૌત્ર, પૌત્રીને ગણવાના રહેશે.

Back to top button