લગ્નની વિધિ વચ્ચે દુલ્હનને આવવા લાગી નિંદર, વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ Video


હાલના સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. તેમાં ઘણા વીડિયો લગ્નના પણ હોય છે. જે લોકોને સારૂં મનોરંજન પૂંરૂ પાડે છે. હાલમાં જ લગ્નનો એક મજેદાર વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હન લગ્નની વિધિ દરમિયાન જ ઉઁઘવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે લગ્ન દરમિયાન ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. આ એક એવો સંબંધ છે, જેમાં બે વ્યક્તિના જીવનના તાંતણા એકબીજા સાથે કાયમ માટે જોડવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન આ સુંદર સંબંધની જોડી બનાવે છે. લગ્ન દરમિયાન ઘણા મંત્રો અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.
View this post on Instagram
આવો જ એક જૂનો વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન લગ્નની વિધિઓ વચ્ચે નિદ્રા લેતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક સુંદર દુલ્હન પોતાના લગ્નમાં સૂઈ રહી છે. નવાઈની વાત એ છે કે આ દુલ્હનએ લગ્નની વિધિઓ વચ્ચે ‘પાવર નેપ’ લીધી છે. કન્યાની બાજુમાં વરરાજા ઊભો રહે છે, પરંપરાગત લગ્નની વિધિઓમાં તેનો ભાગ ભજવે છે, જ્યારે કન્યા તેના વારાની રાહ જોતી વખતે સૂઈ જાય છે. આ દ્રશ્ય જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કે દુલ્હન પોતાના લગ્ન દરમિયાન કેવી રીતે સૂઈ શકે છે.
દુલ્હનનો વીડિયો થયો વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘કેપ્ટન સાહિબા’ નામથી શેર કરવામાં આવ્યો છે. જે બાદ તે ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયો પર 776 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. આ વીડિયોને 15 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે 7 હજારથી વધુ લોકોએ આ વીડિયો શેર કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા યુઝર્સમાંથી એકે કોમેન્ટ કરીને કહ્યું કે, ‘વાહ! આ પણ બરાબર છે.