જો PM Kisan Yojana નાં પૈસા નથી આવ્યાં તમારા ખાતામાં, તો કરો આ નંબરો પર કરો કૉલ.


આજે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હી ખાતે પીએમ કિસાન સંમેલનમાં 12મા હપ્તાના પૈસાને ટ્રાન્સફર કરી દીધા છે. આ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. દેશમાં ઘણા ખેડૂતો એવા પણ છે, જેના ખાતામાં 12મા હપ્તાના પૈસા ટ્રાન્સફર હજી નથી થયા. જો તમારા ખાતામાં પણ 12મા હપ્તાનાં પૈસા આવ્યાં નથી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી સાથે પીએમ કિસાન હેલ્પડેસ્કના અમુક નંબરોને શેર કરી રહ્યાં છે. જેથી તમે તમારા પૈસા સરળતાથી મેળવી શકશો.
આ પણ વાંચો : અદાણી સ્કીલ ડેવલપમેન્ટને ‘સ્ટીવી એવોર્ડ’ એનાયત થયો : વિદેશમાં ‘સ્ટીવી એવોર્ડ’ મેળવનાર દેશની પ્રથમ સંસ્થા બની
આ હેલ્પલાઈન નંબર પર કરો કૉલ
તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડાયેલી પોતાની સમસ્યાનુ સમાધાન મેળવવા આ નંબરો પર કૉલ કરી શકો છો. જો તમારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો આવ્યો નથી, એવામાં પીએમ કિસાનના હેલ્પલાઈન નંબર 011-24300606 પર કૉલ કરીને તમે પોતાની સમસ્યાનુ સમાધાન મેળવી શકો છો. તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ટોલ ફ્રી નંબર 18001155266 પર કૉલ કરીને પણ પોતાની સમસ્યા અંગે જણાવી શકો છો. આ ઉપરાંત તમારી પાસે પોતાની સમસ્યાનુ સમાધાન મેળવવાનો બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
તમારી સમસ્યાને માટે ઈમેલ મોકલી આપો
તમે તમારી સમસ્યાને ઈમેલ રૂપે [email protected]ના મેલ એડ્રેસ પર મોકલી શકો છો. અહીં તમે ઈ-મેલ દ્વારા ખાતામાં 12મા હપ્તાના પૈસા ન આવવાના કારણને પણ જાણી શકો છો. જેની તમને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળી શકે.